સુરતના વરાછા વિસ્તારમાં ઘર નજીક રમી રહેલા 14 વર્ષીય કિશોરનું એકાએક બેભાન થઈ ઢળી પડ્યા બાદ મોત નિપજતા લોકોમાં ભય ઉભો થયો છે.સગીર વયના કિશોરનું એકાએક મોત નિપજતા પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયો છે.સગીરના મોતના પગલે વરાછા પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.સગીરના મોત પાછળનું કારણ હાર્ટ એટેક માનવામાં આવી રહ્યું છે.જો કે મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ બહાર આવશે.
પરિવારજનો તાત્કાલિક જયેશને લઈ સારવાર અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈ ગયો હતો.જ્યાં ફરજ પરના હાજર તબીબોએ જયેશને મૃત જાહેર કર્યો હતો.પુત્રના મોતના પગલે પરિવારજનો ઘેરાશોકમાં ગરકાવ થઈ ગયો હતો.બનાવની જાણ થતાં વરાછા પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડી હતી.
ચૌદ વર્ષીય કિશોરનું એકાએક મોત થતાં સોસાયટીના લોકોમાં પણ ભય ઉભો થયો હતો.સગીરનું મોત હાર્ટ એટેક ના કારણે થયું હોવાની શક્યતા તબીબોએ વ્યક્ત કરી છે, પરતું મોતનું સચોટ કારણ જાણવા હાલ પોસ્ટમોર્ટમ રિપોર્ટની વાટ જોવાઇ રહી છે.જે રિપોર્ટ આવ્યા બાદ જ સગીરના મોતનું સાચું કારણ બહાર આવશે.આ માટે જરૂરી સેમ્પલો પણ લેવામાં આવ્યા છે.જે સેમ્પલ તપાસ અર્થે લેબ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.
મૃતક અરુણભાઈ ગાંધીને સંતાનમાં એક દીકરી અને દીકરો છે.જેમાં 14 વર્ષીય જયેશનું એકાએક મોત નિપજતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.ટેમ્પો ચલાવી પત્ની અને બે સંતાનોનું ગુજરાન ચલાવતા અરુણ ગાંધી પુત્રના અકાળે મોતથી શોકમગ્ન થઈ ગયા છે.પુત્રને કોઈ પણ જાતની બીમારી નહોતી,છતાં અચાનક મોત નિપજતા પરિવાર પણ શોકાતુર બન્યો છે.