સુરતમાં ગરબા રમતા-રમતા 21 વર્ષના યુવકનું અચાનક જ દુખદ મોત,પરિવાર ઊંડા આઘાતમાં ગરકાવ થયો.

સુરત(surat):રાજ્યભરમાં મોતના બનાવ ખુબ જ સામે આવી રહ્યા છે,હાલમાં જ એક મોતના સમાચાર સુરત શહેરમાંથી આવ્યા છે,સુરતના પલસાણા તાલુકાના બગુમરા ગામે 21 વર્ષનો  યુવક ગરબા રમી રહ્યો હતો. અચાનક જ તે બેભાન થઇ ગયો હતો. જેથી, તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો છે.

મળતી માહિતી અનુસાર,સુરતના પલસાણા તાલુકાના બગુમરા ગામે આવેલા પારસી ફળિયામાં  રહેતો 21વર્ષનો  દર્શન કુમાર જયેશભાઈ રાઠોડ વિસર્જનના આગલી રાતે આમલી ફળિયામાં ગણપતિજીના મંડપ પાસે ગરબા રમી રહ્યો હતો. ત્યારે તે અચાનક બેભાન થઇ ગયો હતો. જેથી, યુવકને તાત્કાલિક સારવાર  માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોકટરે  તેને મૃત જાહેર કર્યો છે.

પોલીસે આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, યુવકને કોઈ જ પ્રકારની બીમારી કે રોગ હતો નહિ. યુવક ગણેશોત્સવને લઈ તેના મિત્રો અને ગણેશ મંડળની સાથે ગરબાનો આનંદ અને ઉત્સવ મનાવી રહ્યો હતો ત્યારે અચાનક જ તે ભાન થઈ થઇ ગયો હતો, યુવકનું અચાનક મોત થઈ જતા પરિવાર પર આભ તૂટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે.

પોલીસે બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. યુવકના મૃતદેહને પીએમ અર્થે સુરતની સ્મીમેર હોસ્પિટલ તાત્કલિક ધોરણે ખસેડવામાં આવ્યું છે.