હિંમતનગરમાં હાર્ટ એટેક આવવાના કારણે 21 વર્ષની ઉંમરના યુવકનું કરુણ મોત,પરિવારમાં ખુબ જ શોકનો માહોલ.

રાજ્ય ભરમાં હાર્ટ એટેકના બનાવમાં ખુબ જ વધારો થઇ રહ્યો છે,ત્યારે હાલમાં વધુ એક હિંમતનગરમાંથી હાર્ટ એટેકનો બનાવ સામે આવ્યો છે.,જેમાં માત્ર 21 વર્ષના કેવિન રાવલ નામના યુવકનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થતા પરિવાર પર આભ તૂટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે.

મળતી માહિતી અનુસાર,મૃત્યુ પામેલા યુવકની ઉમર માત્ર 21 વર્ષની હતી,યુવકનું નામ કેવિન રાવલ હતું,ગઈકાલે રાત્રે જ્યારે કેવિન ઘરે હતો ત્યારે અચાનક જ તે ઢળી પડ્યું હતું. પછી પરિવારના સભ્યો કેવીનને  તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.,હોસ્પિટલ માં હાજર તબીબે કેવિનને મૃત જાહેર કર્યો હતો.

કેવિનના આમ અચાનક જ મોત થવાથી પરિવાર ઊંડા આઘાતમાં ગરકાવ થયો હતો,કેવિને હજુ માત્ર રોબોટિક સાયન્સનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. હજુ તો માત્ર 21 વર્ષની જ ઉમર હતી,કેવિનના પિતા ફોટોગ્રાફર છે.

રાજ્યમાં હાર્ટ એટેકના બનાવ માં ખુબ જ જડપથી વધારો થઇ રહ્યો છે,

પુરુષોમાં હાર્ટ એટેકના લક્ષણો

છાતીમાં દુખાવો અથવા બેચેની

શ્વાસની સમસ્યા

ડાબા જડબામાં દુખાવો

ઉબકા

સ્ત્રીઓમાં હાર્ટ એટેકના લક્ષણો

પીઠમાં દુખાવો

ગરદન અથવા જડબામાં દુખાવો

હાર્ટબર્ન

ચક્કર, ઉબકા

શ્વાસની તકલીફ અને પરસેવો