ત્રણ વર્ષના બાળકનું ત્રીજા માળેથી નીચે પડતા કરુણ મોત,માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો.

ઘણી વાર માતા પિતાની બેદરકારીને લીધે બાળકોના ખુબ જ ચેતવણી રૂપ કિસ્સા સામે આવતા હોય છે,હાલમાં જ એવો એક કિસ્સો સામે આવ્યો છે, ત્રીજા માળે રમતી વખતે બાળક ઉપરથી નીચે પડ્યો હતો. આ કારણોસર તેનું મોત થયું હતું.

મળતી માહિતી મુજબ, આ ઘટના ઇંદોરના શિપ્રા વિસ્તારમાંથી સામે આવી રહી છે. મૃત્યુ પામેલા બાળકનું નામ મયંક હતું અને તેની ઉંમર ત્રણ વર્ષની હતી. રમતા રમતા બાલ્કની માં આવેલી રેલિંગ પર ચડ્યો હતો. આ દરમિયાન તે લપસી ગયો હતો,અને તે ઉપરથી સીધો નીચે પડ્યો હતો.

તરત જ બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો,જ્યાં સારવાર દરમિયાન હાજર તબીબે મયંકને મૃત જાહેર કર્યો હતો,મૃત્યુ પામેલા બાળકના પિતા બેકરી પર કામ કરે છે. ત્યારે મયંકની માતા રૂમમાં તેની અઢી મહિનાની દીકરીને ખવડાવતી હતી. આ દરમિયાન મયંકર રમતા રમતા બાલ્કનીમાં પહોંચ્યો હતો. ત્યારે મયંક બાલ્કની માંથી નીચે પડ્યો હતો.

પરિવારે એકના એક દીકરાને ગુમાવતા પરિવાર ઊંડા આઘાતમાં ગરકાવ થયો હતો,તેથી જ નાના બાળકોના માતા પિતા માટે ખુબ જ લાલબત્તી સમાન કિસ્સો છે.