અમદાવાદ નો રિવરફ્રન્ટ અસલામત મોર્નિંગ વોક માટે નીકળેલ મહિલાને લૂંટી લેવાઈ..

GCS હોસ્પિટલના ફાર્માસિસ્ટ સવારે પતિ સાથે રિવરફ્રંટ વોકિંગ કરવા ગયા હતા. સાઈકલિંગ કરતાં હતા ત્યારે તેમની પાછળથી બાઈક લઈને આવેલા શખ્સે ફાર્માસિસ્ટનાં કાન પર હથિયાર મૂકી સોનાની ચેઈન, કાનની બુટ્ટી અને મોબાઈલ ફોનની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો. આ મામલે રિવરફ્રંટ ઈસ્ટ પોલીસે અજાણ્યા વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બાપુનગરમાં રહેતા અને GCS હોસ્પિટલમાં ફાર્માસિસ્ટ તરીકે કામ કરતા જયશ્રીબહેન શાહ તેમના પતિ નિમેષકુમાર સાથે રિવરફ્રંટ ગાર્ડન ખાતે વોકિંગ કરવા માટે ગયા હતા જ્યાં જયશ્રીબહેન સાઈકલિંગ અને તેમના પતિ નિમેષકુમાર રનિંગ કરી રહ્યા હતા. જયશ્રી બહેને સાઈકલ લઈને નીક‌ળ્યાં બાદ ગાંધીબ્રીજ પાસે આવેલ ઢાળ પરથી યુટર્ન માર્યો ત્યારે તેમની પાછળથી એક બાઈક ચાલક ત્યાં આવ્યો અને જયશ્રી બહેના ગળા પર કોઈ હથિયાર રાખીને ગળામાં પહેરેલ દોઢ તોલાની ચેઈન, કાનમાં પહેરલ સોનાની બુટ્ટી અને મોબાઈલ ફોનની લૂંટ કરીને બાઈક ચાલક ફરાર થઈ ગયો હતો. આ મામલે જયશ્રી બહેને સાબરમતી રિવરફ્રંટ ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.