સુરતમાં પાર્ટ ટાઇમ જોબની લાલચ આપીને આ રીતે લોકોને છેતરતા હતા આ લોકો,જુઓ લોભામણી લાલચથી બચો.

સુરત(surat):હાલ જાહેરાતો જોઇને ખુબ જ દગાખોરી થઇ રહી છે,ખોટી લોભામણી લાલચો આપીને ભોળા લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી લે છે,વર્તમાન સમયમાં મોટાભાગે લોકો સાઇબર ક્રાઇમનો શિકાર થતા હોય છે, આવી જ ઘટના સુરતમાં સામે આવી છે.

સુરતના એક વ્યક્તિને આરોપીઓએ પાર્ટ ટાઇમ જોબ આપવાની લાલચ આપી youtubeમાં લિંક ઓપન કરી ફિલ્મને લાઈક કરી રેટિંગ આપવાથી સારું વળતર મળશે તેવું કહીને  તેવી લોભામણી લાલચ આપી હતી. ત્યારબાદ સુરતના વ્યક્તિ પાસેથી 9,71,000 કરતાં વધારે રૂપિયા પડાવી લીધા હતા.

આરોપીઓએ આ વ્યક્તિને પૈસા  પાછા ન આપી તેની સાથે છેતરપિંડી કરતા સમગ્ર મામલો  પોલીસ સ્ટેશને પહોચ્યો છે, સે આ સમગ્ર મામલે જુનાગઢના બે અને રાજકોટના એક વ્યક્તિની ધરપકડ કરી છે.,ત્રણ વ્યક્તિમાં  પ્રેમ શર્મા કમલ બોરેયા અને હાર્દિક પુરોહિતનો સમાવેશ થાય છે. આરોપી કમલ જૂનાગઢના જોશી પરા નો વતની છે તો હાર્દિક જુનાગઢ સરદાર પરા જગાતનાકા પાસે રહે છે અને પ્રેમ રાજકોટના સાપરના પાલ પીપડીયા ગામનો વતની છે.

સુરતના એક વ્યક્તિને તારીખ 31-5-2023 થી 11-6-2013 દરમિયાન પાર્ટ ટાઈમ જોબ અપાવવાની લાલચ આપી youtube લીંક ઓપન કરી ફિલ્મને લાઈટ કરી રેટિંગ આપવાથી સારું વળતર મળવાની લોભામણી લાલચ આપી હતી. ત્યારબાદ સુરતના વ્યક્તિને એક લિંક મોકલી તેના પર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને પહેલો ટાસ્ક પૂરો કરવામાં આવ્યો અને પહેલો ટાસ્ક પૂરો કરતા જ સુરતના વ્યક્તિને 1553 રૂપિયાનું કમિશન આપવામાં આવ્યું હતું.

કમિશન આપ્યા બાદ સુરતના વ્યક્તિને આરોપીઓ પર ભરોસો થઈ ગયો હતો અને ત્યારબાદ આરોપીઓએ અલગ અલગ ટાસ્ક માટે અને અલગ અલગ ચાર્જ પેટે 9,98,6003 રૂપિયા ભરપાઈ કરાવડાવ્યા હતા.,ફરિયાદીને માત્ર 27,311 રૂપિયાનું વળતર આપ્યું હતું અને સુરતના આ વ્યક્તિને 9,71,292 રૂપિયા પરત આપ્યા ન હતા., સમગ્ર મામલે ત્રણ આરોપીની ધરપકડ કરી છે.