સુરત(surat):દિવસે ને દિવસે લોકોમાં ખુબ જ સહનશક્તિ ઘટતી જાય છે,તેથી આપઘાતના બનાવ ખુબ જ સામે આવી રહ્યા છે.સુરતમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે.બારડોલીના માંડવીમાં કામ પર ન જવા બાબતે જગડો થતા સાસુ,વહુ અને પુત્ર એ કેનાલમાં પડી જીવન ટુકાવ્યું હતું.
સુરત જિલ્લાના માંડવી તાલુકામાં રહેતા કાળીદાસ છગનભાઈ ગામીત મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ પત્ની શીલાબેન, પુત્ર નરેશ તથા પુત્રવધુ મનીષા સાથે રહે છે. તેમના પુત્રના લગ્નને એક વર્ષ જ થયું છે. તેઓનો પુત્ર અગાઉ તડકેશ્વર ખાતે ફેક્ટરીમાં નોકરી પર જતો હતો, પરંતુ હાલમાં છેલ્લા છ એક મહિનાથી નોકરી પર જવાનું છોડી દીધું હતું.
તે દરમિયાન નરેશ અને તેની પત્ની વચ્ચે કામ પર જવા બાબતે બોલાચાલી થઇ હતી. જેથી નરેશની પત્ની મનીષા રિસાઈને ઘરેથી ચાલતા ચાલતા કાકરાપાર તરફ જઈ રહી હતી,તે કંઈ અંતિમ પગલું ન ભરે તે માટે તેને રોકવા માટે તેનો પતિ નરેશ અને સાસુ શીલાબેન બાઈક લઈને ગયા હતા અને પતિએ પત્નીને સમજાવાની કોશિશ કરતા પત્ની નહેરમાં કૂદી પડી હતી.નજર સામે પત્ની નહેરમાં કૂદી પડ્તા પતિએ પત્નીને બચાવવા માટે નહેરમાં કુદકો મારીને ગયા, અને પુત્ર અને પુત્રવધૂને બચાવવા માટે સાસુ શીલાબેન એ નહેરમાં કુદી ગયા હતા.
વહીવટી તંત્રને થતા તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા.સાંજે સાસુ શીલાબેનનો મૃતદેહ મળી આવ્યો હતો.રાત દિવસ એક કરી કામે લાગેલા ફાયર જવાનોને આજે લાપતા પુત્ર નરેશનો મૃતદેહ મળી આવ્યો છે. બોરીગાળા ગામની સીમમાં પસાર થતી કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો છે. પરિણીત યુવતીને શોધવા વહીવટી તંત્ર કામે લાગી ગયું છે.
હાલ બનેલી ઘટનાને લઈને સમગ્ર પંથકમાં શોક પ્રસરી ગયો છે. નજીવી બાબતે આખા પરિવારને વેર વિખેર કરી નાખ્યું છે.