જામનગર મહાનગરપાલિકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સંયુક્ત ઉપક્રમે તિરંગા યાત્રા યોજાઈ

જામનગર મહાનગરપાલિકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જામનગર ના સંયુક્ત ઉપક્રમે સવારે 9:00 વાગ્યે લાખોટા તળાવ ગેટ નં. 1ખાતેથી તિરંગા યાત્રા યોજાઇ હતી. આ કાર્યક્રમમાં , ધારાસભ્યો, જામ્યુકોના પદાધિકારીઓ, અધિકારીઓ, કલેકટર S.P., નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ભારતની આઝાદીના ૭૫માં વર્ષમાં રાષ્ટ્ર નિર્માણની પ્રતિબદ્ધતા માટે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના સંયુક્ત ઉપક્રમે સવારે નવ વાગ્યે લાખોટા તળાવ ગેટ નંબર 1 ખાતેથી તિરંગા યાત્રા યોજાઈ ગઈ ,આ યાત્રા પહેલા ધારાસભ્ય જામ્યુકોના પદાધિકારીઓ અધિકારીઓ ની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો , ત્યારબાદ તિરંગા યાત્રા લાખોટા તળાવ ગેટ નંબર 1 ખાતેથી પ્રસ્થાન કરી યાત્રા, તળાવ ભાગ-૨ પાસે શ્યામજી કૃષ્ણ વર્મા ની પ્રતિમા ને ફૂલહાર કરી ત્યાંથી sumair club road થઈ રણજીત નગર મેઇન રોડ થી પસાર થઇ લેવા પટેલ સમાજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા પાસે પૂર્ણ થઈ હતી. આ તિરંગા યાત્રા માં શહેરના પ્રબુદ્ધ નાગરિકો, શહેરીજનો જામનગરની સરકારી શાળાના વિદ્યાર્થીઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો સહિત 6000 થી વધુ નગરજનો જોડાયા હતા, આ કાર્યક્રમમાં આઝાદીનાં ૭૫ અમૃત મહોત્સવ નિમિત્તે નગર પ્રાથમિક શિક્ષણ સંચાલિત શાળાના શિક્ષકો અને બાળકો દ્વારા ૭૫ મીટરના તિરંગા સાથે યાત્રા માં જોડાયા હતા. આ ૭૫ મીટર ની તિરંગા યાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી તેમજ તિરંગા યાત્રાના રૂટ પર સાથોસાથ દેશભક્તિ ની ટીમને આધારિત વિવિધ float પણ તૈયાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય આર.સી.ફળદુ , ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર શ્રી તપનભાઇ પરમાર ,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતનભાઈ ગોસરાણી ,સાંસ્કૃતિક સમિતિ ના ચેરમેન હર્ષાબા પી. જાડેજા, શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરા વાઇસ ચેરમેન પ્રજ્ઞાબા સોઢા, કમિશનર વિજયકુમાર ખરાડી, કલેકટર ડોક્ટર સૌરભ પારધી, એસપી પ્રેમસુખ ડેલુ, શાસનાધિકારી ફાલ્ગુની બેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા સહિતનાઓ જોડાયા હતા