સુરતમાં તળાવમાં યુવક ડૂબી જતા બે સંતાને પિતાની છત્રછાયા ગુમાવી,પરિવારને અજુગતું થયું હોવાની આશંકા.

સુરત(surat):રાજ્યભરમાં મોતના  બનાવ ખુબ જ બની રહ્યા છે,હાલમાં સુરતમાં વધુ એક મોતના સમાચાર સામે આવ્યા છે,સુરતમાં વેલંજા નજીક આવેલા તળાવમાં માછલી પકડવા ગયેલા યુવકનું ડૂબી જતાં મોત થયું  હતું.

વીજાનેરનો રહેવાસી 40 વર્ષનો  હમીરસિંહ હેમદસિંહ ગોહિલ કાપોદ્રા ખાતે આવેલી રામરાજ્ય સોસાયટીમાં પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં પત્ની, એક દીકરી અને એક દીકરો છે. જે બે મહિના પહેલા જ વતનથી સુરત આવ્યા છે. હમીર એમ્બ્રોડરીનું કામ કરી  ઘર  ચલાવતો હતો.

રાત્રે ત્રણ જેટલા મિત્રો દર્ગા પર હાજર હતા, અને માછલી પકડવા હમીર તળાવમાં ગયો હતો. જ્યાં તે ડૂબી ગયો હતો. ફાયર વિભાગના કાફલાએ તળાવમાંથી હમીરના મૃતદેહને રાત્રે બહાર કાઢ્યો હતો.

હમીરનો મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો છે, ત્યારે તેના પેટ પર દોરડું બાંધેલું હતું. જેથી પરિવારને હમીર સાથે કઈ અજુગતું થયું હોવાની આશંકા છે.

આ અંગે હાલ પોલીસ બધી જ પ્રકારની તજવીજ હાથ ધરી છે, હમીરના મોતના પગલે  પરિવારમાં સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા  પરિવાર પર આભ તૂટી પડ્યું છે.