ભાવનગરમાં જાત્રાની બસમાં મૃત્યુ પામેલાને મોરારિબાપુ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી, મૃતકોના પરિવારજનોને બાપુએ કરી આટલા રૂપિયાની સહાય.

ભાવનગર(Bhavanagar):ભાવનગરમાંથી ચાર ધામની યાત્રાએ બસ જવા નીકળી હતી,બસનું ખાડીમાં પડી જવાથી ભયંકર અકસ્માત સર્જાતા 7 લોકોના મૃત્યુ થયા હતા,રે મોરારિબાપુ દ્વારા મૃતકોના શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે અને મૃતકોના પરિવારને 15 હજાર લેખે સહાય આપવાની જાહેરાત કરી છે.

મોરારિબાપુએ બધા જ મૃતકોના પરિવારજનોને  પંદર હજાર રૂપિયા  લેખે કુલ મળીને એક લાખ પાંચ હજારની સહાય અર્પણ કરી છે, અને તેમના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

તમામ મૃતકોના પરિવારજનોને દિલસોજી પાઠવી છે, આ કરુણ માર્ગ દુર્ઘટનામાં જેઓ ઘાયલ થયા છે તેઓ ઝડપથી સ્વસ્થ થઇ જાય તેવી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે.

6 મૃતદેહ વિમાન મારફતે અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા છે,ત્યાંથી એમ્બુલન્સ મારફતે તેના વતન લઇ જવામાં આવશે,1 મૃતદેહ જે મીના બહેનનો છે,તે મૃતદેહને ત્યાજ અંતિમવિધિ કરવાનું પરિવારજનોએ માંગ કરી હતી.