અમદાવાદ (Amdavad): ગુજરાત રાજ્યમાં અકસ્માત ની સંખ્યામાં દિવસે ને દિવસે સતત વધારો જોવા મળી રહ્યો છે છતાં લોકો હાઇવે પર પણ બેફામ રીતે વહન ચલાવે છે . આજે સવારે અહી કાર અને ST બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બંન્ને વાહનોને ભારે નુકશાન પહોંચ્યું હતું.આ એસટી બસ વડોદરા-ગાધીનગર-વડોદરા હતી.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કાર અને ST બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતાં બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.કારમાં સવાર બે લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે એસટી ખાડામાં પડતા ઈમરજન્સી દરવાજા મારફતે મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માત ગ્રસ્ત કારમાંથી MLA GUJARAT લખેલી પ્લેટ પણ મળી આવી છે.
આ અકસ્માત એટલો ભયંકર હતો કે કારનું પડીકુ વળી ગયું છે. જ્યારે એસ.ટી. બસ ડિવાઇડર તોડીને હાઇવેની નીચે ઉતરી ગઇ હતી..અકસ્માતમા 10થી વધુ વ્યકિતઓ ઇજાગ્રસ્ત થયા છે. જેમાં બે વ્યકિતઓ ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળે છે. અકસ્માતની જાણ થતાં જ 108ની નડિયાદ, આણંદ, ઉત્તરસંડાની 5 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.પોલીસ પણ પહોંચી ફરિયાદ લેવાની કામગીરી હાથ ધરી છે.