બે યુવતીઓએ ચાલું બાઇક પર કર્યો રોમાન્સ, આ વીડિયો જોઈને લોકોના હોશ ઉડી ગયા .

ચાલતી બાઇક પર ખુલ્લેઆમ રોમાન્સ કરતા કપલ્સના ઘણા વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયા છે. પણ આ વિડિયોમાં સાવ જુદું જ છે .જે વીડિયો સામે આવ્યો છે, તે જોઈને તમે ચોંકી જશો ,કારણ કે સીન જ કંઈક નવો અને વિચિત્ર છે .આ વીડિયો ક્યાંનો છે તે જાણી શકાયું નથી, પરંતુ બાઇકની નંબર પ્લેટ પરથી લાગે છે કે વીડિયો તમિલનાડુમાં ક્યાંક શૂટ થયો હોવો જોઈએ.

વાઈરલ થયેલી લેટેસ્ટ ક્લિપમાં બે યુવતીઓ ચાલતી બાઈક પર એકબીજાને કિસ કરતી અને ગળે લગાવતી જોઈ શકાય છે. પરંતુ જે રીતે બંને બાઇક પર બેઠેલા જોવા મળે છે તે વધુ આશ્ચર્યજનક છે. બે યુવતીઓના રોમાન્સનો આ વીડિયો વાયરલ થતા જ લોકોમાં હોબાળો મચી ગયો હતો. આ ક્લિપ પર લોકો ઉગ્ર ટિપ્પણી કરી રહ્યા છે .

વીડિયોમાં જોઈ શકાય છે કે બાઇક રોડ પર ખૂબ જ સ્પીડથી દોડી રહી છે. ત્યાં તેના પર સવાર બે છોકરીઓ સામસામે બેઠી છે. બંને ખુલ્લેઆમ એકબીજાને ચુંબન અને ગળે લગાવી રહ્યાં છે. આ દરમિયાન ત્યાંથી પસાર થતા અન્ય એક બાઇકસવારે તેના મોબાઇલમાં રેકોર્ડ કરી લીધો, જે હવે ઇન્ટરનેટ પર વાયરલ થયો છે.