માં મોગલના પરચા ખુબ જ છે,તેમની કૃપા પણ તેના ભક્તો પર સદાય રાખે છે, તમે ઘણા બધા લોકોની ગાડી અથવા તો બાઈક ની ઉપર માં મોગલ નામ લખેલું હંમેશા વાંચ્યું હશે.
કાર અથવા તો બાઈકની ઉપર મા મોગલ નામ લખાય કે ન લખાય તેના ઉપર બાપુએ વાત કરતા જણાવ્યું હતું.,પોતાની દુકાન નું નામ રાખતા હોય તો ઘણા બધા લોકો તો પોતાના ગલ્લાનું નામ પણ માં મોગલ રાખતા હોય છે.
આ વાત કરતા મણીધર બાપુએ જણાવ્યું હતું કે, તમે માં મોગલ નામ રાખો એમાં કોઈ વાંધો નથી પરંતુ કોઈ દિવસ મા મોગલ નું નામ લજવાવું જોઈએ નહીં,મણીધર બાપુએ વધુમાં ખાસ વાત જણાવી હતી કે, ઘણા બધા લોકોએ પોતાની ગાડીઓમાં પણ લખાવ્યું હોય માં મોગલ અને આવી ગાડીઓમાંથી ઘણી વખત દારૂની બોટલ પણ નીકળતી હોય છે.
તો આ વસ્તુ ક્યારેય ન થવી જોઈએ., વધુમાં મણીધર બાપુએ જણાવ્યું હતું કે, કામ સારા કરવા હોય તો, માં નું નામ રખાય નહીંતર ના રખાય.મારી ગાડી જોઈને પોલીસ અધિકારીઓ પણ જણાવે છે કે આ તો બાપુ ની ગાડી છે જવા દો જવા દો. પરંતુ હું દરેક લોકોને કહું છું કે હું મારી ગાડી હો કે અથવા તો ન હોય તો પણ મારી ગાડી જરૂર ચેક કરી લેવી.
બાપુ એ વધુમાં જણાવ્યું હતું કે ઘણા બધા લોકો ગાડી ઉપર માં મોગલ નું નામ લખાવતા હોય છે અને ગાડી ની અંદર ઘણી વખત ખોટી વસ્તુઓની હેરાફેરી પણ કરતા હોય છે,તો આ વાત મોગલ માનું નામ ખરાબ કરે છે.
કેટલાક લોકો તો માં મોગલ ની છબી ગળામાં પણ પહેરતા હોય છે અને અમુક લોકો માં મોગલ ની છબી વાળી વીંટી પણ પહેરતા હોય છે તેમજ મણિધર બાપુએ જણાવ્યું હતું કે વીંટી કે એવું પહેરવું હોય તો અમુક નિયમ પાડવા પડે. પહેરવો એમાં કોઈ પ્રકારનો વાંધો નથી પરંતુ મા મોગલ ની વીંટી પહેરીને તમે દારૂના બે પેક મારતા હોય તે ખોટી વાત છે