રાજકોટ મહાનગર પાલિકામાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવતા વી.વી પટેલનું હાર્ટ એટેક થી મોત.

રાજકોટ(RAJKOT):હાલ દેશભરમાં હાર્ટ એટેક ખુબ જ વધી ગયા છે,રાજકોટમાં વધુ એક હાર્ટ એટેકથી મૃત્યુ થવાની ઘટના સામે આવી છે,રાજકોટમાંથી હાર્ટએટકથી મૃત્યુનો વધુ એક બનાવ સામ આવ્યો છે. રાજકોટ મહાનગર પાલિકામાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવતા વી.વી પટેલને હાર્ટે એટેક આવતા તેઓનો હોસ્પિટલ લઇ જવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર વાત કરવામાં આવે તો ,મનપાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર વી.વી પટેલનીએક સપ્તાહ પહેલા જ બદલી થઈ હતી. ત્યારે હવે તેમના નિધનથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

ઘણા દિવસથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે.