બોટાદમાં ભૂવાથી કંટાળી યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ,યુવકનાં લગ્ન થતા ન હતા,તો તાંત્રિક વિધિના નામે રૂ. 10 લાખ પડાવ્યા.

આપણો દેશ શિક્ષિત હોવાની સાથે સાથે અંધ શ્રદ્ધામાં પણ ખુબ માને છે,અવાર નવાર અંધશ્રદ્ધાને લઈને કિસ્સા સામે આવતા હોય છે,હાલમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે, બોટાદનાં ખોડિયાનગર ખાતે રહેતા યુવકને છેલ્લા ઘણા સમયથી ભૂવો માનસિક ત્રાસ આપતો હતો. ભૂવાથી કંટાળી યુવકે આખરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયત્ન કર્યો હતો.

યુવકનાં લગ્ન ન થતા  ન હતા ,તો  યુવક લગ્ન થાય તેની વિધિ કરાવવા માટે ભૂવા પાસે ગયો હતો. બેલા ગામનાં પરષોત્તમ વાંઝડીયા નામનાં ભૂવા પર યુવકે આરોપ મુક્યો છે કે, ભૂવાએ તાંત્રિક વિધિના નામે યુવક પાસેથી રૂપિયા 10 લાખ પડાવ્યા હતા.

ભૂવો યુવક પાસે વધુ પૈસાની માંગણી કરી યુવકને સતત ખુબ જ માનસિક ત્રાસ આપતો હતો. જેથી યુવકે કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયત્ન કર્યો હતો.

યુવકે જણાવ્યું હતું કે,  મેં ભૂવાનાં ત્રાસનાં કારણે ઝેરી દવા પીધી હતી. ભૂવો છેલ્લા 9 વર્ષથી મને માનસિક ત્રાસ આપી મારી પાસેથી 10 થી 11 લાખ રૂપિયા લઈ ગયો છે. તેમજ એક સોનાની બુટ્ટી તેમજ એક સોનાનો દોરો પણ લઈ ગયા છે.  ભૂવાનાં ત્રાસથી આખરે મેં દવા પીધી છે.