અમદાવાદ (Amdavad ):દેશસેવા માટે પ્રાણ ન્યોચ્છાવર કરનારા શહીદ વીર મહિપાલસિંહના પરિવારજનોનું અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડે સન્માન કરવામાં આવ્યું છે. થોડા દિવસ પહેલાં જ જમ્મુ કાશમીરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં અમદાવાદનો જવાન શહીદ થયો હતો. શહેરના વિરાટનગર વિસ્તારમાં રહેતા પ્રવિણસિંહના પુત્ર મહિપાલસિંહ વાળા શહીદ થયા હતા.
દેશ માટે આપેલા પોતાના પ્રાણના બલિદાનની કિંમત તો ક્યારેય ચૂકવી શકાય તેમ નથી. પરંતુ તેમની આ વીરતાને બિરદાવવાનું કામ અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડે કર્યું છે. એટલું જ નહીં, અમદાવાદના લીલાનગર વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ સ્કૂલને શહીદ વીર મહિપાલસિંહ પ્રવિણસિંહવાળા નામ આપવામાં આવ્યું છે.તથા લીલાનગર પબ્લિક સ્કૂલનું નામ શહીદ વીર શશીપ્રભાકર વિરેન્દ્રસિંહ રાજપૂતનું નામ રાખવામાં આવ્યું છે.
રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં શહીદ વીરોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહીદવીરોના પરિવારજનો ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે જગદીશ વિશ્વકર્માએ કહ્યુ કે,આ શહીદોની વીરતા અને તેમના સાહસને આવનારી પેઢી યાદ રાખે તે માટે કોર્પોરેશન સાથે મળીને આ સ્કૂલના નામ રાખવામાં આવ્યા છે.ત્યારે શહીદ વીરોને મળેલા આ સન્માનથી તેમના પરિવારજનોની આંખો અશ્રુભીની થઈ ગઈ હતી.
આ ઉપરાંત આ જ વિસ્તારની અંગ્રેજી માધ્યમની સ્કૂલને શહીદવીર શશીપ્રભાકર નામ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા શહીદવીરના પરિવારજનોએ શહીદ વીરોને મળેલા આ સન્માનથી ગૌરવની લાગણી અનુભવી હતી