10 ઓગસ્ટે રિલીઝ થયેલી ફિલ્મ જેલર 10 દિવસમાં વિશ્વભરમાં 500 કરોડથી વધુનું કલેક્શન કરી ચૂકી છે. જયારે જેલર’ની રિલીઝના બીજા જ દિવસે 11 ઓગસ્ટે રિલીઝ થયેલી બે મોટી ફિલ્મો ‘ગદર 2’ અને ‘OMG-2’ માઉથ પબ્લિસિટી અને ક્રેઝ હોવા છતાં, ‘ગદર 2’ હાલમાં 433 કરોડના વર્લ્ડ વાઈડ કલેક્શન સાથે રજનીકાંતના ‘જેલર’થી પાછળ છે.
ભારતમાં જેલર ફિલ્મે 245.9 કરોડની કમાણી કરી છે, જેમાંથી માત્ર સાઉથ ઇન્ડિયામાં જ ફિલ્મે 5 દિવસમાં 134 કરોડની કમાણી કરી છે.સાઉથ અને બોલિવૂડ ફિલ્મોની કમાણીમાં જોવા મળતા તફાવતનું સીધું કારણ સ્ક્રીનકાઉન્ટ છે. સ્ક્રિનકાઉન્ટનો અર્થ થાય છે કે ફિલ્મોને કેટલી સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી હતી અથવા કેટલી સ્ક્રીન પર ફિલ્મ રિલીઝ કરવામાં આવી હતી.
સાઉથમાં મોટી સંખ્યામાં સિનેમાઘરોમાં પ્રાદેશિક ભાષાની ફિલ્મ પ્રદર્શિત થાય છે ત્યારે સાઉથની ફિલ્મોના ચાહકો મોટી સંખ્યામાં ફિલ્મ જોવા આવે છે, જેની સીધી અસર કલેક્શન પર પડે છે. સાઉથના દર્શકો અને થિયેટર કાઉન્ટનો ફાયદો જોઈને હવે ભારતમાં પણ પાન ઈન્ડિયા ફિલ્મોનો ટ્રેન્ડ વધી રહ્યો છે.
હવે જાણીએ કે શા માટે સાઉથની ફિલ્મો કમાણીમાં હિન્દી ફિલ્મો કરતા આગળ છે?સાઉથમાં સરકારે ફિલ્મોની ટિકિટના દરને નિયંત્રિત કર્યા છે. આજે પણ મોટાભાગના સિંગલ સ્ક્રીન થિયેટરોમાં 100 રૂપિયાથી વધુની ટિકિટ નથી. આ કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પણ ઘણી વખત ફિલ્મ જોવા આવે છે.
બ્બીજુ કારણ એ છે કે , સાઉથ ઇન્ડિયા એટલે કે આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, કર્ણાટક અને કેરલમાં અન્ય પ્રદેશો કરતાં વધુ સિંગલ સ્ક્રીન થિયેટર છે. ભારતમાં 2023 માં કુલ 10167 સિંગલ સ્ક્રીન છે, પરંતુ આમાંથી 6320 સ્ક્રીનો માત્ર દક્ષિણ પ્રદેશમાં છે, જ્યાં મોટાભાગની ફિલ્મો તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમમાં રિલીઝ થાય છે.