કામની વાત/ LICની પોલિસી લેતી વખતે આ કામ કરવાનું ભૂલતા નહીં, નહીંતર એક રૂપિયો પણ નહીં મળે

LIC ની પોલિસી ખરીદતી વખતે આપના પરિવારના સભ્ય નોમિની હોવા જોઈએ. જો આપે પોલિસી લેતી વખતે નોમિનેટ નથી કર્યું તો, કોઈ દુર્ઘટના થઈ ગઈ તો આપના પરિવારના લોકોને એક રૂપિયાયો પણ નહીં મળે.

LIC ની પોલિસી ખરીદતી વખતે આપના પરિવારના સભ્ય નોમિની હોવા જોઈએ. જો આપે પોલિસી લેતી વખતે નોમિનેટ નથી કર્યું તો, કોઈ દુર્ઘટના થઈ ગઈ તો આપના પરિવારના લોકોને એક રૂપિયાયો પણ નહીં મળે.

એકથી વધારે નોમિની કેવી રીતે બનાવવા

મોટા ભાગે આ જવાબદારી જીવનસાથીને મળે છે અને આપ તેને નામાંકિત કરી શકો છે. ત્યારે આવા સમયે પરિવારના લોકોને જરૂરથી મદદ મળશે. જો આપ બે લોકો વચ્ચે વહેંચવા માગો છો તો, તો પણ કરી શકો છો . જેમ કે પત્ની, બાળકો અને ભાઈ અથવા માતા. આવી સ્થિતિમાં આપ એકથી વધારે પોલિસી ખરીદી શકો છો . બે પોલિસીઓ માટે અલગ અલગ નોમિની બનાવી શકાય છે.

પોલિસી ખરીદતી વખતે, તમે એક કરતા વધુ વ્યક્તિઓનો શેર નક્કી કરી શકો છો અને તેમને નોમિનેટ કરી શકો છો. આ માટે, પોલિસી ખરીદતી વખતે વીમા કંપની પાસેથી લેખિત ગેરંટી લઈ શકાય છે. એટલું જ નહીં, એલઆઈસી આ સુવિધા આપે છે કે પોલિસીધારક સમયાંતરે નોમિનીને પણ બદલી શકે છે.

નોમિની પણ બદલી શકે છે – જાણો કે કઈ પરિસ્થિતિઓમાં આવું થાય છે

જો નોમિની મૃત્યુ પામે છે અથવા નોકરી મેળવે છે અને અન્ય સભ્યને વધુ પૈસાની જરૂર છે, તો નોમિની પણ બદલી શકાય છે. એટલું જ નહીં લગ્ન કે છૂટાછેડાના કિસ્સામાં નોમિની પણ બદલી શકે છે.