વાવ (Vav ):રાધનપુર વિસ્તારના વિચરતી જાતિ સમુદાયના વાદી પરિવારો વાવ માર્કેટ યાર્ડ નજીક તંબુઓ તાણી રહે છે અને ગામડે ગામડે જઈ ઘરોમાં ફરી ભિક્ષાવૃત્તિ કરી અનાજના દાણા માગી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે.
તેમના બે યુવકો વાવના તીર્થગામે સોમવારે ગયા હતા. જ્યાં અનાજ માગતા રસ્તાઓમાં બેન દીકરીઓના પોતાના મોબાઈલમાં ફોટા પાડતાં ગામલોકોની નજરે ચડી ગયા હતા. જેને લઇને ગામલોકોએ તેમને પકડી મોબાઈલમાંથી ફોટા ડિલીટ કરાવી તેમના સમાજના આગેવાનોને બોલાવ્યા હતા.આ અંગે સમાજના આગેવાનએ જણાવ્યું હતું કે “અમારે જમીનો નથી, અમારે ગામે ગામ ફરી ઘરે ઘરે દાણા માગી પેટ ભરીએ છીએ. આ બે જણે ધંધા માથે પાટું મારે તેવું કર્યું છે.
અને પછી યુવકોને વાવ લાવી સ્ત્રીઓના કપડાં ઘાઘરો-ચોળી પહેરાવ્યા હતા. જૂતાનો હાર પહેરાવી 50 હજારનો દંડ કરી તેમના પરિવારને એક વર્ષ માટે સમાજમાંથી બહિષ્કાર કરાયો હતો.