તથ્યના પિતાએ બડાસ કરતા કહ્યું, 20 વર્ષના છોકરાથી આવું તો થાય, તેને આખી જિંદગી કંઈ જ નહીં થવા દઉં..

અમદાવાદ(Amadavad):બ્રીજ પર થયેલા અકસ્માતે અનેક લોકોને ધ્રુજાવી દીધા છે,હજુ પણ લોકો એ અકસ્માતને ભુલાવી નથી શકતા,જેમાં 9 નિર્દોષ લોકોનો જીવ ગયો,9 યુવાનોને કચડી મારનાર તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની એક ઓડિયો ક્લિપ વહેતી થઇ છે. જેમાં પ્રજ્ઞેશ પટેલ કોઈની સાથે વાત કરી રહ્યા છે,જો કે આ ઓડિયો ક્લિપ અકસ્માત પછી કયારની છે તે જાણી શકાયુ નથી.

આ ઓડિયો ક્લિપમાં પ્રજ્ઞેશ તેના દીકરાની ભૂલ સ્વીકારવાના બદલે  એવું બોલી રહ્યા છે કે , 19 – 20 વર્ષના છોકરાઓથી આવુ કોક વાર થઈ જાય, તેનું ટેન્શન નહીં લેવાનું, તેને આખી જિંદગી કઈ નહીં થાય, તેવી વાત કરી રહ્યો છે.

જો કે, સામે પ્રજ્ઞેશ સાથે કોણ વાત કરી રહ્યું છે તે જાણી શકાયું નથી,આ ક્લિપ અમદાવાદ પોલીસ પાસે પણ પહોંચી છે. જેના આધારે પોલીસે તે ઓડિયો ક્લિપમાં જે અવાજ છે તે ખરેખર પ્રજ્ઞેશનો જ છે કે નહીં તેની ચકાસણી કરવા માટે તેનો વોઈસ સ્પેકટોગ્રાફી ટેસ્ટ કરાવવા તજવીજ શરૂ કરી છે.

પ્રજ્ઞેશ પટેલ ઓડિયો ક્લિપમાં આ પ્રમાણે બોલે છે. – આજીવન કઈ નહીં થાય, ગોડ બ્લેસ બધાને, આવં તો ઠોકાય, હવે ગાડીઓ ઠોકાય, 19 – 20 વર્ષના છોકરાઓ આવી રીતે કોક દિવસ થઈ જાય, બહુ ટેન્શન નહીં કરવાનું, પણ એને માપમાં રાખવાના, એ મારી રીતે રાખી લઈશ, ટેન્શન ના કરીશ.