ગુજરાતમાં હજુ સુધી કેમ નથી પડી કડકડતી ઠંડી? જાણો હવામાન વિશે

થોડા દિવસ પહેલા હવામાન વિભાગે લોન્ગ ફોરકાસ્ટ જાહેર કર્યું હતું. જે મુજબ ડિસેમ્બરમાં કોલ્ડ વેવની કોઈ આગાહી નથી. આગાહી પ્રમાણે ડિસેમ્બરમાં નોર્મલ તાપમાન કે તેનાથી વધુ તાપમાન રહી શકે છે. ડિસેમ્બર મહિનો અડધો વીતી ગયો છે છતાં રાજ્યમાં ઠંડી પડતી નથી. આ દરમિયાન આજે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 5 દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહશે અને વરસાદની કોઈ આગાહી નથી. હાલમાં સામાન્યથી 5 ડિગ્રી તાપમાન ઊંચું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજ્યમાં હોવાના કારણે આ વર્ષે ઠંડી નહીંવત પડી રહી છે. આગામી થોડા દિવસ સુધી બેવડી ઋતુનો અહેસાસ થશે. હાલ કોઈ સિસ્ટમ સક્રીય નથી.

હવામાન વિભાગે થોડા દિવસ પહેલા જાહેર કર્યું હતું લોન્ગ ફોરકાસ્ટ

ડિસેમ્બર મહિનામાં જે ઠંડીનો અહેસાસ થવો જોઈએ તે ઠંડીનો અહેસાસ આ વર્ષની સિઝનમાં નથી જોવા મળતો અને તેની અસર હવે તિબેટીયન માર્કેટમાં જોવા મળી રહી છે.. દર વર્ષે શિયાળાના સમયમાં તિબેટીયન સ્વેટર બજાર અમદાવાદમાં લાગતું હોય છે પરંતુ તિબેટિયન માર્કેટ શરૂ થયા ને પણ દોઢ મહિના જેટલો સમય વીતી ગયો તેમ છતાં ના તો જોઈએ એવી સ્વેટરની ખરીદી થઈ છે અને નાતો જેકેટની ખરીદી લોકોએ કરી છે કારણ કે આ વર્ષે સૌથી વધુ ગરમી અમદાવાદ શહેરમાં જોવા મળી રહી છે અને તેની જ અસર આ માર્કેટ ઉપર પણ પડી રહી છે જોકે દર વર્ષે તો ડિસેમ્બર મહિનામાં સ્વેટર અને જેકેટ નો ખરીદારી ધૂમ થતી હોય છે પરંતુ આ વર્ષે તો ૩૦ ટકા જેટલી ખરીદારી નથી થઈ અને તે માર્કેટમાં છેલ્લા કેટલાય વર્ષોથી સ્વેટરનો વેપાર કરતાં વેપારીઓ પણ હવે ચિંતામાં મુકાયા છે.. તમામ તિબેટીયન વેપારી આશા રાખીને બેઠા છે કે જો હવે અહીં ઠંડી પડે તો જ તેમના સ્વેટર અને જેકેટના ખરીદારી સારા પ્રમાણમાં થશે નહીં તો આ વખતે સ્ટોક પૂરો થવો પણ મુશ્કેલ છે.. અમદાવાદ શહેરમાં 32.6 ડિગ્રી જેટલું તાપમાન હોવાના કારણે લોકો ગરમીથી ત્રસ્ત છે અને એટલા માટે આ વર્ષે તિબેટીયન માર્કેટમાં મંદીનું મોજુ ફરી વળ્યું છે.

28 જાન્યુઆરી સુધી ઠંડીનું પ્રમાણ આવુંજ રહેશે અને તેમા પણ 2 થી 3 ડિગ્રી હજુ ઘટવાની શક્યતાઓ છે. આજે અમદાવાદ શહેરનું તાપમાન 8.2 ડિગ્રી નોંધાયું જેથી કહી શકાય કે અહીયા પણ લોકો કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે. તો બીજી તરફ ગાંધીનગરમાં તો માત્ર 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

સૌથી ઓછું તાપમાન આજે કચ્છમાં નોંધાયું છે. કચ્છમાં આજે 6 ડિગ્રીનું તાપમાન નોંધાયું છે ઉપરાંત આવનારા દિવસોમા અહીયા ઠંડીનું પ્રમાણ વધશે. વડોદરામાં આજે 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો રાજકોટમાં આજે 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે.