જૂના જમાનાની આ હીરોઈને કેમ અચાનક ભર્યું આવું પગલું? આખા બોલીવુડને રાખ્યું અંધારામાં…

અવાર નવાર બોલીવુડનાં એવા ચોકાવનારા સમાચાર આવતા હોય છે,જેને જાણીને બધા લોકો ચોકી જતા હોય છે.આજે એવા જ એક બોલીવુડનાં સમાચાર સામે આવ્યા છે,અભિનેત્રીના લગ્ન વિશે કોઈને ખબર ન હતી, તેણે પોતે જ વર્ષો સુધી આ વાત છુપાવી હતી. શું કારણ હતું એ વાત પણ વર્ષો સુધી નહોતી આવી બહાર.

અમે વાત કરી રહ્યાં છીએ બિંદુની. બિંદુ એક એવી અભિનેત્રી જેણે અમિતાભ બચ્ચન થઈ લઈને રાજેશ ખન્ના અને ધર્મેન્દ્રથી લઈને જીતેન્દ્ર સુધી તમામ મોટા કલાકારો સાથે કામ કર્યું. જોકે, તેણે જે પગલું ભર્યું તેની આખા બોલીવુડમાં કોઈને ખબર નહોતી.

બહુ ઓછા લોકો જાણે છે કે બિંદુએ નાની ઉંમરમાં લગ્ન કરી લીધા હતા. તેણીના લગ્ન થયા ત્યારે તે માત્ર 18 વર્ષની હતી. 16 વર્ષની ઉંમરે, તેણીને તેના પડોશમાં રહેતા ચંપક લાલ ઝવેરી સાથે પ્રેમ થયો. બિંદુ, તેના યુગની શ્રેષ્ઠ અભિનેત્રી, તેણે પડદા પર ઘણી શક્તિશાળી અને યાદગાર ભૂમિકાઓ ભજવી હતી.

2 વર્ષ સુધી ડેટ કર્યા બાદ બંનેએ લગ્ન કરી લીધા પરંતુ લગ્ન બાદ તેઓએ ઈન્ડસ્ટ્રીમાં કોઈને પણ આ વિશે જણાવ્યું ન હતું. તેનું કારણ એ હતું કે તેણે પોતાના લગ્ન વિશે કોઈને કહેવું જરૂરી નહોતું માન્યું. તે લગ્ન પછી પણ એ જ રીતે કામ કરતી રહી જે રીતે તે પહેલા કામ કરતી હતી.