માનતા પૂરી કરાવવા આટલા બધા રૂપિયા લઈને મોગલ ધામ પહોચ્યો યુવક, ત્યારે મણીધર બાપુએ જે કહ્યું સાંભળી સૌ કોઈ ચોંકી ઉઠ્યા.

માં મોગલના પરચા ખુબ જ અપરમ્પાર છે,  મોગલના માત્ર દર્શન થઇ જાય એટલે ભક્તો ધન્ય ધન્ય થઈ જાય છે, અને કહેવામાં આવે છે કે, જે કોઈ ભક્તો મા મોગલ મંદિરે દર્શન કરવા માટે આવે છે.,તેઓ માં મોગલના આશીર્વાદથી હસતા મોઢે ઘરે પાછા ફરે છે.

જો સાચા દિલથી મા મોગલ ને માનવામાં આવે અને પ્રાર્થના કરવામાં આવે તો મા મોગલ બધા ભક્તોને તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે.,મોગલના આજ દિન સુધી લાખોની સંખ્યામાં ભક્તોને પરચા પણ બતાવ્યા છે.

આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેમાં એક યુવક પોતાની માનેલી માનતા પૂરી કરવા માટે 10000 રૂપિયા માં મોગલના ચરણે અર્પણ કરવા માટે કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે આવી પહોચે છે,ત્યારે મણીધર બાપુએ વિશેષમાં જણાવતા કહ્યું હતું કે માં મોગલને કોઈ પણ પ્રકારના દાન ભેટ ની જરૂર નથી.

કહ્યું હતું કે, એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે. તેથી જ તો કહેવામાં આવે છે કે આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી મા મોગલ ની શરૂઆત થાય છે અને એ માં મોગલ બધા ભક્તોને હંમેશા સુખી અને હસતા રાખે છે.

બાપુએ તે  યુવકને આશીર્વાદ આપ્યા હતા, અને દસ હજાર રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને દસ હજાર રૂપિયા પરત આપ્યા હતા અને કહ્યું કે, આ પૈસા તું તારા ફઈને આપજે મા મોગલ એ તારી 101 ગણી માનતા સ્વીકારી છે .અને મા મોગલ ખુશ થશે આ કોઈ ચમત્કાર ન માનતા તમે મા મોગલ પર વિશ્વાસ અને શ્રધ્ધા રાખી છે એ જ તમને ફળી છે.