આજથી મળશે વર્લ્ડ કપની ટિકિટ,,તમે ક્યાં અને કેવી રીતે ટિકિટ બુક કરી શકશો અને કેટલી હશે કિંમત??? જુઓં ..

ભારતમાં 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા વન-ડે વર્લ્ડ કપની ટિકિટ આજે રાત્રે 8 વાગ્યાથી ઉપલબ્ધ થશે.એવામાં ક્રિકેટ રસ્યાઓ કેટલા સમયથી મેચોની ટિકિટ બુકિંગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવામાં આ તમામ ક્રિકેટપ્રેમીઓ માટે આજે ખુશીના સસમાચાર મળી રહ્યા છે.

હાલ ભારતની મેચની ટિકિટ મળશે નહીં. આ માટે 30 ઓગસ્ટ સુધી રાહ જોવી પડશે. ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ 3 સપ્ટેમ્બરથી ઉપલબ્ધ થશે. સેમિફાઇનલ અને ફાઇનલની ટિકિટ 15 સપ્ટેમ્બરથી ઉપલબ્ધ થશે. ટિકિટ મેળવવા માટે ચાહકોએ પહેલા રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

લાંબા સમય બાદ ભારતમાં ICCની કોઈ ઈવેન્ટનું આયોજન થઈ રહ્યું છે. આ સ્થિતિમાં ચાહકો આ મેચો માટે ખૂબ જ ઉત્સાહિત છે. ખાસ કરીને ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે રમાનારી મેચની અસર હવેથી જ જોવા મળી રહી છે. અમદાવાદમાં 15 ઓક્ટોબરના દિવસ માટે હોટલોમાં રૂમનું ભાડું આકાશે આંબ્યુ છે.

વર્લ્ડ કપની વાત કરીએ તો લખનઉમાં સૌથી સસ્તી ટિકિટ 499 રૂપિયામાં ઉપલબ્ધ છે. જ્યારે અમદાવાદમાં 500, હૈદરાબાદ 600, કોલકાતા 650, દિલ્હી 750, બેંગલુરુ 750, ચેન્નાઈ 1000, મુંબઈ 1000, ધર્મશાલા 1000 અને પૂણેમાં સૌથી સસ્તી ટિકિટ 1000 રૂપિયામાં ઉપલબ્ધ છે. 12 ઓક્ટોબરે લખનઉમાં રમાનાર દક્ષિણ આફ્રિકા-ઓસ્ટ્રેલિયા મેચની સૌથી મોંઘી ટિકિટ 1,500 રૂપિયા છે. તે જ સમયે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી ઓપનિંગ મેચની સૌથી મોંઘી ટિકિટ 6000 રૂપિયા છે.

ટિકિટની કિંમત પ્રતિ ટિકિટ 500 થી 10,000 રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. ટિકિટની કિંમત સ્થળ પ્રમાણે નક્કી કરી શકાય છે. વર્લ્ડ કપની તમામ મેચો કુલ 10 સ્થળોએ રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 15 ઓક્ટોબરે રમાનારી ભારત-પાક મેચને લઈને ચાહકો વધુ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. આ મેચની ટિકિટો કયા ભાવે આવશે તે જોવું રસપ્રદ રહેશે. નોંધનીય છે કે, ટિકિટને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી