અમદાવાદમાં 9 મહિનાનું બાળક રમકડાના મોબાઈલનું LED બલ્બ ગળી ગયું અને પછી થયું એવું કે …..

અમદાવાદ (Amdavad ):અત્યારે નાના બાળકોનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી બની ગયું છે રોજે રોજ અવનવા બનાવ સામે આવે છે . મધ્યપ્રદેશના રતલામનું માત્ર નવ મહિનાનું બાળક રમકડાનો મોબાઇલ રમતા- રમતા LED બલ્બ ગળી ગયું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેના કારણે શ્વાસોશ્વાસમાં તકલીફ વધતા તેણે સ્થાનિક ડોક્ટર પાસે લઈ જવાયો હતો.

અચાનક શ્વાસોશ્વાસ વધવાથી X-Ray કરાવ્યો ત્યારે તેમાં જમણાં ફેફસામાં કંઈક ફોરેન બોડી પડ્યું હોવાનું દેખાઇ આવ્યું હતું. જે ફક્ત સર્જરી કરીને જ બહાર કાઢવું શક્ય હતું. જેથી રતલામના તબીબોએ આ બાળકને બાળરોગ સર્જરીના નિષ્ણાત તબીબ પાસે લઈ જવા કહ્યું.

 બાળકના માતા-પિતા તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા.  અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબોએ બાળકનું ફરી વખત એક્સ-રે કર્યું ત્યાંરે તેના ફેફસામાં પીન આકારનું ફોરેન બોડી દેખાયું. આ ફોરેન બોડીના સચોટ નિદાન માટે બાળકની બ્રોકોસ્કોપી એટલે કે દૂરબીન વડે ફેફસાની તપાસ કરવામાં આવી.
શ્વાસનળીની અંદર ફોરેન બોડી દેખાઈ પરંતુ એને પકડી શકાય તેમ હતું નહીં. ખૂબ જ સોજો અને વધારે પડતાં રક્તસ્ત્રાવ હોવાથી પહેલો પ્રયત્ન નિષ્ફળ રહ્યો.ચાર દિવસ પછી બીજો પ્રયત્ન કરવામાં આવ્યો અને બીજા પ્રયત્નમાં સફળતા મળી.
બીજા પ્રયત્નમાં ફોરેન બોડી એક LED બલ્બ નીકળ્યો છે ફોટોમાં જોઈ શકાય છે. એક રમકડાનો મોબાઇલ જેમાં એન્ટીના જેવું જે દેખાય છે જ્યાં લાઈટ થતી હોય છે. બાળકે રમતા રમતા એ લાઈટનો  છેડો તોડી દીધો હશે અને પછી મોઢામાં નાખવાથી એ LED બલ્બ એની શ્વાસનળીમાં ઉતરી ગયો. બાળરોગ સર્જરી વિભાગના વડા અને સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ રાકેશ જોશી અને ડૉ. કલ્પેશની ટીમ દ્વારા ભારે જહેમતના અંતે સર્જરી કરીને LED બલ્બ કાઢી નાખવામાં આવ્યો.