આ 4 વસ્તુઓ ખાધા પછી તરત પાણી ન પીવું જોઈએ, પડી શકો છો બીમાર..

હેલ્થ એક્સપર્ટના મતે ખાવા માટે કેટલાક એવા ફળ છે, જે ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ, પરંતુ જમ્યાના અડધા કલાક પછી પીવું જોઈએ. પરંતુ શું તમે જાણો છો કે ખાવા-પીવાની ઘણી એવી વસ્તુઓ છે, જેના પછી તરત જ પાણી પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

 

કેટલાક લોકોને એવી આદત હોય છે કે તેઓ જમતી વખતે અથવા જમ્યા પછી તરત જ પાણી પીવે છે. પરંતુ આવું કરવું યોગ્ય નથી. હેલ્થ એક્સપર્ટના મતે જમ્યા પછી તરત જ પાણી ન પીવું જોઈએ, પરંતુ જમ્યાના અડધા કલાક પછી પાણી પીવું જોઈએ. પરંતુ શું તમે જાણો છો કે ખાવા-પીવાની ઘણી એવી વસ્તુઓ છે, જેના પછી તરત જ પાણી પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જાણો ક્યા ફૂડ્સ છે જે ખાધા પછી ન પીવું જોઈએ.

 

કેળા ખાધા પછી પાણી ન પીવું :

 

ઘણા લોકો કેળું ખાધા પછી તરત જ પાણી પી લે છે.  આ કારણ છે કે જો તમે કેળું ખાધા પછી પાણી પીઓ છો, તો તેનાથી પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તેથી, ધ્યાન રાખો કે કેળું ખાધા પછી લગભગ અડધા કલાક સુધી પાણી ન પીવો.

 

તરબૂચ ખાધા પછી પાણી ન પીવું :

 

જો તમે તરબૂચ પછી પાણી પીતા હોવ તો ધ્યાન રાખો. કેમ કે એવું કહેવામાં આવે છે કે તરબૂચમાં ખુબ જ પાણી હોઈ છે, આમ  આવી સ્થિતિમાં જો તમે તરબૂચ ખાધા પછી પાણી પીશો તો પાચન રસ મંદ થઈ જાય છે. તેનાથી તમારું પેટ ફૂલી શકે છે. તેની સાથે અપચોની સમસ્યા પણ થઈ શકે છે. આમ આ બાબત એક ખુબ જ ધ્યાનમાં રાખવા જેવી છે.

 

સાઇટ્રસ ફળો પછી પાણી ન પીવું :

 

સાઇટ્રસ ફળો પછી પણ પાણી ન પીવું જોઈએ. આ ફળો કિવી, નારંગી, મોસમી છે. આ ફળો ખાધા પછી પાચનતંત્રમાંથી અમુક એસિડ નીકળે છે. આવી સ્થિતિમાં, જો તમે સાઇટ્રસ ફળો ખાધા પછી પાણી પીવો છો, તો તે પીએચ સંતુલનને ખલેલ પહોંચાડે છે. જેના કારણે ફળ યોગ્ય રીતે પચતું નથી.

 

દૂધ પછી પાણી ન પીવું :

 

જો તમે દૂધ પીધા પછી તરત જ પાણી પીતા હોવ તો આવુ ન કરો. જો તમે દૂધ પીધા પછી પાણી પીઓ છો, તો દૂધ પ્રોટીનનું ચયાપચય ધીમો પડી જાય છે. તેનાથી એસિડિટી અને અપચો થઈ શકે છે.