મુસ્લિમ યુવકની પ્રેમજાળમાં ફસાયેલી હિન્દુ પોલીસકર્મીની દીકરીનો આપઘાત,જાણીને હેરાન થઇ જશો.

કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે,તે કઈ જાત ક નાત જોતો નથી,ને પછી ખુબ જ પસ્તાવાનો વારો આવે છે,એવો જ એક ચોકાવનારો કિસ્સો ખેડામાં સામે આવ્યો છે.મુસ્લિમ યુવાનની પ્રેમજાળમાં ફસાયેલી ડાકોર પોલિસ કર્મીની યુવા પુત્રીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.

22 વર્ષીય પુત્રીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. માતાપિતા બહાર ગયા હતા, ઘરે એકલી યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઘરે આવેલા માતાપિતા દ્વારા યુવતીના આપઘાતના કારણ બાબતે તપાસ કરતા મોબાઈલ કોલ રેકોર્ડિગના આધારે અબ્દુલ્લા મોમીન નામનો યુવાન ત્રાસ આપતો હોવાનું બહાર આવ્યું છે.

ડાકોર પોલીસ લાઈનમાં મૂળ મહીસાગર જિલ્લાના રણજીતસિંહ બારૈયાનો પરિવાર રહે છે. તેમની દીકરી જાગૃતિ છેલ્લા ચાર વર્ષથી નડિયાદની દિનિશા પટેલ નર્સિંગ કોલેજ ખાતે નર્સિંગનો અભ્યાસ કરતી હતી.

થોડા દિવસો અગાઉ તેના માતાપિતા પોતાના વતનમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. પરંતુ જાગૃતિની પરીક્ષા હતી તેથી તે  ઘરે જ રોકાઈ હતી. તેણે એકલતામાં ઘરમાં ગળેફાંસો ખાઈને મોત ને વ્હાલુ કર્યું હતું. આ બાબતની જાણ પરિવારને થતા તેઓ તરત જ ઘરે દોડી આવ્યા હતા.

જાગૃતિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામા આવ્યો હતો અને પોલીસે તપાસ શરૂ કરી હતી. જાગૃતિનો મોબાઈલ ચેક કરવામાં આવ્યો હતો. તેના કોલ રેકર્ડિંગ કરતા માલૂમ પડ્યું કે, જાગૃતિને અબ્દુલ્લા મોમીન નામના મુસ્લિમ યુવક સાથે સંબંધ હતા.

મેસેજમાં ખૂલ્યુ કે, અબ્દુલ્લા તેને બ્લેકમેલ કરતો હતો. રેકોર્ડિંગમાં મળ્યું કે, અબ્દુલા બોલે છે કે, તુ સ્કોપીયન કિંગ છોકરા સાથે વાતો કરે છે, મારી પાસે તો તારો વડતાલનો વિડીયો છે.મેં પ્લાનીંગથી આ બધુ કરેલ છે, તુ અત્યાર સુધી વાતો કરતી હતી તેનું શું, કેટલા સમય થી વાતો ચાલુ છે, તું મને એ છોકરા સાથે વાત કરાય તો તને છોડી દઈશ, કોલેજ તથા બધી બાજુ થી તુ જઇશ, હું કોલેજમાં આવુ છુ.સાહેબોને કહી દઇશ અને તને રસ્ટ્રીકેટ કરાવી દઈશ.તને બરબાદ કરીને છોડીશ, મારો ફોન એક રીંગમાં ઉઠાવી લેજે.

અબ્દુલ્લાની  આવી ધાક ધમકીઓથી કંટાળીને જાગૃતિએ આપઘાત કર્યો હતો. આ મામલે નડિયાદ પોલીસે તપાસ શરૂ કરી છે.