સુરત(surat):પ્રેમ પ્રકરણ ને લઈને ખુબ જ ઘટના સામે આવી રહી છે,આવો જ એક બનાવ સુરત માં સામે આવ્યો છે. સ્મીમેર હોસ્પિટલમાં આજે પ્રેમિકાને ફિટનેસ સર્ટિફિકેટ માટે લઈને પહોંચેલા પતિને પત્નીએ રંગેહાથ ઝડપી પાડતાં મામલો બિચક્યો હતો. રણચંડી બનેલી પતિએ પતિની નજર સામે જ પ્રેમિકાને માર મારતા વાતાવરણ તંગ બન્યું હતું.
માહિતી અનુસાર સંદિપ (નામ બદલ્યું છે) આજે સવારે પ્રેમિકા સંજના (નામ બદલ્યું છે) સાથે પહોંચ્યો હતો. સંજનાને ફિટનેસ સર્ટિફિકેટ માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈને આવેલા સંદિપ અંગે તેની પત્નીને જાણ થતાં તે પણ સ્મીમેર હોસ્પિટલ પહોંચી હતી.સંદિપ પ્રેમિકા સાથે ફિટનેસ સર્ટિફિકેટ માટે મેડિસિન વિભાગની OPD પાસે પહોંચતાં જ ત્યાં તેની પત્ની આવી પહોંચી હતી. પત્નીને જોતાં જ સંદિપના હોંશ ઉડી ગયા હતા.
ઘણા સમયથી સંદિપ અને સંજના વચ્ચે ચાલી રહેલા પ્રેમ પ્રકરણની જાણ થઇ જતાં તેઓને રંગે હાથ ઝડપી પાડનાર પત્નીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. દર્દીઓ અને સગા-સંબંધીઓની હાજરીમાં જ પત્નીએ સંજનાને એલફેલ બોલવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન પ્રેમિકા સંજનાને જમીન પર પછાડીને તેના હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું.
બે મહિલાઓ વચ્ચે સર્જાયેલા આ ધિંગાણાને પગલે સ્મીમેરના સ્ટાફ પણ સ્તબ્ધ થઈ ગયો હતો. સિક્યુરિટીનો સ્ટાફ પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.