અમદાવાદની મહિલા સાથે વિધર્મી સહીત બે મિત્ર એ આખે પાટા બાંધીને દુષ્કર્મ આચર્યું,મહિલાની આપવીતી સાંભળીને રુવાડા ઉભા થઇ જશે.

આજ કાલ નાં સમયમાં સ્ત્રીની સુરક્ષા ને લઈને ખુબ જ ન બનવાની ઘટના સામે આવી રહી છે,દિવસે ને દિવસે દુષ્કર્મ નાં બનાવો ખુબ જ સામે આવી રહ્યા છે.અમદાવાદ ની મહિલાનો ખુબ જ ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે.જે જાણીને તમે ધ્રુજી જશો.

જેમાં અમદાવાદના સ્પામાં કામ કરતી એક યુવતીને થોડા સમય પહેલાં મુસ્લિમ યુવકે હિન્દુ નામ રાખી ફસાવી હતી. ત્યાર બાદ ધમકી આપી અવારનવાર તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. પછી અંગત પળોના વીડિયો વાઇરલ કરી દેવાની ધમકીઓ આપી બ્લેકમેઇલ કરી હતી. એટલું જ નહીં, આરોપીએ યુવતીને તેના બે મિત્રોને હવાલે પણ કરી હતી.

તેના પ્રાઈવેટ પાર્ટમાં પણ ઈજા પહોંચાડી હતી. પછી આરોપીએ યુવતીને પાંચ લાખ રૂપિયા આપવા તેમજ ધર્મપરિવર્તન કરીને તેની સાથે નિકાહ કરી લેવા માટે ધમકાવી હતી. આ સમગ્ર મામલે હાઇકોર્ટે મહત્ત્વનું અવલોકન કર્યું હતું કે આરોપી દયા માફીને લાયક નથી. આ સુવ્યવસ્થિત રીતે એક પરિણીત મહિલાને ફસાવવાનું કાવતરું છે.

મહિલા એ તેની સાથે બનેલી ઘટનાની આપવીતી જણાવતા કહ્યું હતું કે,મારું નામ અનિલાબેન છે. મારી ઉંમર 37 વર્ષ છે અને ઘરકામ કરું છું. મેં પ્રેમલગ્ન કર્યાં છે. મારા પતિ છૂટક મજૂરીકામ કરે છે. મારે સંતાનમાં બે દીકરા છે, જેમાં એકની ઉંમર 15 વર્ષ તથા બીજાની ઉંમર 18 વર્ષની છે. ઘર ચલાવવા માટે હું ચારેક વર્ષ પહેલાં અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે આવેલા એક સ્પામાં નોકરી કરતી હતી. બાદમાં આ નોકરી મેં છોડી દીધી હતી.

પછી ડ્રાઇવઇન રોડ પર આવેલા એક સ્પામાં એક મહિના સુધી નોકરી કરી હતી.જ્યારે હું ડ્રાઈવઈન રોડ પરના સ્પામાં નોકરી કરતી હતી ત્યારે સમીર પ્રજાપતિ નામનો યુવક મસાજ કરાવવા આવ્યો હતો. મેં એક ગ્રાહક તરીકે તેના જણાવ્યા મુજબ મસાજ કરી આપતાં તે મારા કામથી ખુશ થઈ મને મસાજના થતા પૈસા ઉપરાંત 100 રૂપિયા ટિપ તરીકે આપ્યા હતા અને તેણે મારો મોબાઈલ નંબર માગી મારું નામ-સરનામું જાણ્યું હતું. તેણે મને કહ્યું હતું કે તે મસાજ પાર્લરમાં તેના બીજા મિત્રોને મસાજ કરાવવા મોકલશે, જેથી સારી કમાણી થશે.

તેણે સતત મને ફોન કરી મારો પરિચય કેળવ્યો હતો. મારા આવવા-જવાના રૂટ પર મારો પીછો કરી મારા ઘર, મારા પતિ સાથે પરિવારની હકીકત મેળવી લીધી હતી. સમીર પ્રજાપતિએ મને કહ્યું હતું કે તને કહું એમ તારે કરવું પડશે. જો તું મારી વાત નહીં માને તો તું સ્પામાં ખરાબ ધંધા કરે છે એ વાત તારા પતિને જણાવી દઈશ.મને વિચાર આવ્યો હતો કે આ સમીર પ્રજાપતિ નામનો માણસ મારા પતિને હું ખરાબ ધંધા કરું છું એવી ખોટી હકીકત જણાવી ઉશ્કેરશે તો મારા ઘરમાં ઝઘડો થઈ જશે અને મારા પતિ મને ઘરમાંથી કાઢી મૂકશે તો શું કરીશ?

જેથી એ જ દિવસે મને આ સમીર પ્રજાપતિ નામનો માણસ હિમાલયા મોલની સામે આવેલા એક ગેસ્ટહાઉસમાં લઈ ગયો હતો.જ્યાં તેણે મને જણાવ્યું હતું કે હવે હું કહું એમ તારે કરવું પડશે, જો તું ના પાડીશ તો તને મારી પાસેના ચપ્પુથી જાનથી મારી નાખીશ. આવી ધમકી આપી મારાં કપડાં ઊતરાવી મારી સાથે મારા મરજી વિરુદ્ધ આશરે ત્રણેક વખત શરીર સંબંધ બાંધ્યા હતા અને એ વખતે તેણે મારી જાણ બહાર તેનો મોબાઈલ ફોન બેડની સામે આવેલા ટેબલ ઉપર ઊભો રાખી મારો વીડિયો ઉતારી લીધો હતો.

જ્યારે પણ મને તે ગેસ્ટહાઉસમાં લઈ જતો ત્યારે મારી મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધતો હતો. એટલું જ નહીં, મારી પાસેથી 2000, 2500 અને 5000 એમ છૂટકમાં રોકડા રૂપિયા લઈ લેતો હતો અને એ જ પૈસા મને મારા ખાતામાં ગૂગલ પેથી પરત આપતો હતો. તે  દરમિયાન ગૂગલ પેમાં નાસીર હુસૈન સલીમ મોહમંદ ઘાંચીનું નામ આવતું હોવાથી મેં સમીર પ્રજાપતિને પૂછ્યું હતું કે આ નાસીર હુસૈન કોણ છે?એમ પૂછતાં આ સમીર પ્રજાપતિએ મને કહ્યું હતું કે હું પોતે જ નાસીર હુસૈન સલીમ મોહંમદ ઘાંચી છું અને હું મુસ્લિમ છું. આ વાત સાંભળી મને ખૂબ જ આઘાત લાગ્યો હતો.

નાસીર હુસૈને પછી મને કહ્યું હતું કે હોટલમાં તને લઈ જવી પોસાતી નથી. તું મને તારું આધાર કાર્ડ આપ અને તારા નામ પર નજીકમાં ફ્લેટ ભાડે રાખી લઈએ.પછી નાસીર હુસૈન મને આ ફ્લેટમાં અવાર-નવાર બોલાવતો.ફ્લેટમાં બોલાવી મારી મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધતો હતો તેમજ શરીર સંબંધ બાંધતી વખતે હું તેની મરજી મુજબ અને તેના કહ્યા મુજબ ન કરું તો મને માર મારતો હતો.

તે મને તેની સાથે નિકાહ કરી ધર્મપરિવર્તન કરી લેવાની વાતો પણ કરતો હતો, પણ મેં તેની ના પાડી દીધી હતી.આ ફ્લેટમાં એકવાર નાસીર હુસૈને તેના બે મિત્રોને ફોન કરીને બપોરના સમયે બોલાવ્યા હતા,  તેના બે મિત્રો ફ્લેટમાં પર આવી ડોર બેલ વગાડતાં નાસીરે મને ધમકાવી બાથરૂમમાં લઈ જઈ મારી આંખ ઉપર દુપટ્ટો બાંધી દીધો હતો અને કહ્યું હતું કે તું કંઈપણ બોલીશ કે કંઈપણ કરવા જઈશ તો હું તને મારી નાખીશ. બન્ને અજાણ્યા ઈસમો સાથે મને શરીર સબંધ બાધવા જણાવ્યું હતું. પછી નાસીર અને અન્ય બે ઈસમોએ પણ મારી સાથે મારી મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યા હતા. પ્રાઈવેટ પાર્ટના વાળ ખેંચ્યા હતા અને ગુપ્તાંગના ભાગે પીડાઓ આપી હતી.

ઇસ્લામ ધર્મ અપનાવી લે કહી ધમકી આપી હતી તેમજ તારે આ વાત કોઈને કહેવાની નહીં અને તારા છોકરા ક્યાં ભણે છે એ અમને ખબર છે કહી ધમકી આપી હતી. તેએક મહિલા મને વારંવાર ફોન કરીને કહેતી હતી કે મેં પણ ઈસ્લામ ધર્મ અપનાવી લીધો છે તું પણ અપનાવી લે.

પ્રહલાદનગર ખાતેના ફ્લેટમાં હાજર હતી ત્યારે રાત્રિના 10 વાગે ત્યાં એક સ્ત્રી આવી હતી અને તેનું નામ રૂપા રાણા હોવાનું જણાવ્યું હતું. તેની સાથે આવેલી બીજી સ્ત્રીનું નામ હીરલ રાણા તથા ત્રીજી સ્ત્રીનું ભૂરી હતી. તેમની સાથે એક પુરુષ હતો, જેનું નામ વિજય રાણા ઉર્ફે લાલો હોવાનું જણાવ્યું હતું. તેમાંથી રૂપા રાણા નામની સ્ત્રીએ મને કેમ તું મારા પતિ સાથે અહીં રહે છે એમ જણાવી મારી સાથે બોલાચાલી કરી હતી.

ઘટનાના બીજા દિવસે રૂપા રાણા નામની સ્ત્રીએ મને તેના મોબાઈલ ફોનથી કહ્યું હતું કે તું આ નાસીર જોડે નિકાહ કરી ધર્મપરિવર્તન કરી લે, જેથી મેં તેને ના પાડતાં  5  લાખ રૂપિયા આપવાનું કહ્તેયું હતું ,તેમજ જો રૂપિયા નહીં આપે તો તારો અને નાસિરનો હોટલમાં તારી જાણ બહાર નાસીરે ઉતારેલો વીડિયો તારા પતિને બતાવીને વાઈરલ કરી દઈશું,એમ કહીને ધમકી આપી હતી.

રૂપા રાણા, હીરલ રાણા અને વિજય રાણા તર્ફે લાલો અને નાસીર મને અવારનવાર સતત ફોન કરી પૈસા નહીં આપે તો વીડિયો વાઈરલ કરી દેવાની ધમકી આપતા હતા. આ લોકોના આ પ્રકારના વર્તનના કારણે હું માનસિક તણાવમાં આવી ગઈ હતી.  મારા ઘરે મારા પતિ સાથે હાજર હતી ત્યારે મારી પાસે રૂપા રાણા, હીરલ રાણા અને વિજય ઉર્ફે લાલો ત્રણેય લોકો મારા ઘરે આવ્યાં હતાં અને મને જેમ ફાવે તેમ બોલવા લાગતાં મારા પતિએ તેમને કહ્યું હતું કે અમારી ચાલીમાં આ રીતે બોલશો નહીં. તમારે જે કંઈપણ કહેવું હોય તો હું પટેલ મિલ ત્રણ રસ્તા પાસે આવું છું, ત્યાં આપણે વાતચીત કરી લઈએ.

હું અને મારા પતિ એ ત્રણેય લોકો સાથે પટેલ મિલ ત્રણ રસ્તા પાસે આવતાં નાસીર પણ ત્યાં તેના મિત્રો મોહસિન જાવેદ, હૈદર અને બીજા એક અજાણ્યા શખસ સાથે હાજર હતો અને ત્યાં રૂપા રાણા તથા નાસીરે મારી પાસે રૂપિયા પાંચ લાખ આપી દેવાની વાત કરી હતી.

નાસીરે મારા પતિને ધમકી આપી હતી કે ‘તેરી ઔરત ધંધા કરતી હૈ ઔર તેરી ઔરતને મેરે પાસસે પૈસા લિયા હૈ. મેરે પાસ ગૂગલ પે કા સબૂત હૈ ઔર મેરે સાથ તેરી ઔરત ગેસ્ટહાઉસ મેંથી, ઉસકા વીડિયો ભી હૈ. જો તુમ મુજે મેરે પાંચ લાખ નહીં દેંગે તો વીડિયો વાઈરલ કર દુંગા’.

વાતચીત દરમિયાન મને લાગી આવતાં હું મારા ઘરે દોડીને જતી રહી હતી અને મારા ઘરમાં પડેલું ફિનાઈલ પી લીધું હતું. પછી હું બે ભાન થઈ જતાં મને મારા પતિ તથા આજુબાજુના માણસો શારદાબેન હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં મારી સારવાર કરાવી હતી.

જ્યાં મારા પતિએ મને આ બાબતે પૂછપરછ કરતાં મેં તમામ હકીકત જણાવી દીધી હતી. આ ઘટના બાદ મેં અનેક જગ્યાએ ફરિયાદ માટે પ્રયત્ન કર્યા હતા, પણ સફળતા મળી નહોતી. પછી મે હિન્દુ જાગરણ મંચનો સંપર્ક સાધ્યો હતો અને તેમની મદદથી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં સમીર પ્રજાપતિ ઉર્ફે નાસીર હુસૈન સલીમ મોહંમદ ઘાંચી રહે. ગોમતીપુર તથા રૂપા રાણા, હીરલ રાણા અને વિજય ઉર્ફે લાલો રહે-ખાડિયા તથા બે અજાણ્યા શખસો, જેણે પ્રહલાદનગર વિસ્તારના ફ્લેટમાં મારી સાથે મારી મરજી વિરુદ્ધ શરીર સબંધ બાંધ્યો હતો તેમની વિરુદ્ધ ફરિયાદ કરી હતી.