સુરતમાં 10 દિવસ પહેલા જ રોજગારીની શોધમાં આવેલા ચોથા માળેથી નીચે પડી જતા મોત.

સુરત(surat):અવાર નવાર એવા કિસ્સા સામે આવતા હોય છે,જેને લઈને ચકચાર મચી જતી હોય છે.સુરત શહેરમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે.ઉધના ઉદ્યોગ નગર ખાતે નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરતા આધેડનું ચોથા માળેથી પટકાતાં મોત થયું હતું.

ઉત્તરપ્રદેશના રાય બરેલીનાં 53 વર્ષીય શિવપ્રસાદ રામપાલ 10 દિવસ પહેલા રોજગારીને લઈને સુરત આવ્યા હતા.નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરી રહ્યા હતા. આજે શિવપ્રસાદ બિલ્ડિંગમાં ચોથા માળે ફોનમાં વાત કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ચોથા માળેથી નીચે પટકાયા હતા.

ચોથા માળેથી પડી જતા સાથી કામદારો દોડી આવ્યા હતા. ત્યારબાદ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જો કે, ફરજ પરના તબીબે શિવપ્રસાદને મૃત જાહેર કર્યા હતા.

શિવપ્રસાદનો પરિવાર વતનમાં જ રહે છે, તેને એક સંતાન પણ છે. શિવપ્રસાદનું મોત થતાં પરિવારમાં પણ શોકનો માહોલ સર્જાયો છે. શિવ પ્રસાદના મૃતદેહને વતન લઈ જવામાં આવશે.