અમદાવાદ(Amadavad):દિવસે ને દિવસે હત્યાના બનાવ ખુબ જ બની રહ્યા છે,હાલ હત્યાનો ખુબ જ ચોકાવનારો બનાવ સામે આવ્યો છે,જે જાણીને ધ્રુજું જશો,હત્યારાએ હત્યા કરી શરીરના 100 ટુકડા કાર્ય હોવાની માહિતી સામે આવી છે.
મળતી માહિતી મુજબ,અમદાવાદમાં એક ભાઈએ એક્ટિવા રોકી અને રિક્ષાચાલકને કહ્યું, તમે અહીં ઊભા રહો, હું પાર્સલ લઈને આવું છું.,પાર્સલ મુકીને યુવક બેસી ગયો હતો,પાર્સલ ઉતારવાના રિક્ષાચાલકને એડવાન્સ 50 રૂપિયા આપ્યા હતા,પરંતુ આની પાછળ ખુબ જ મોટો ભેદ હતો.
3 નવેમ્બર 2019ના પરોઢિયે શિયાળાની સવારે અમદાવાદના છેવાડે આવેલા અસલાલી સર્કલ પાસે શ્યામ આઇકોન બિલ્ડિંગની સામે બે થેલા ભરીને લાશ ફેંકી દેવાઈ હતી.,બન્ને પાર્સલમાં કંઈક તો ભેદી હોવાનો આસપાસ નીકળતા લોકોને અહેસાસ થયો, એટલે તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી.,ભારે ભીડ વચ્ચે પોલીસની હાજરીમાં શંકાસ્પદ પાર્સલની ચકાસણી કરવામાં આવી તો બધા જ સ્તબ્ધ થઈ ગયા, કારણ કે બન્ને પાર્સલમાં માનવઅંગોના નાના નાના ટુકડા હતા.
બન્ને થેલામાં ભરેલાં અંગેને ભેગા કરવામાં આવ્યાં તો વધુ એક ચોંકાવનારી હકીકત સામે આવી. મૃતકના હાથના પંજા અને માથું ગાયબ હતું.,એટલે પોલીસ માટે ખુબ જ અઘરી કડી હતી,કે કઈ રીતે હત્યારાને પકડે.
ખુબ જ મહેનત બાદ પોલીસે આ કેસ પૂરો કર્યો હતો,અમદાવાદના ગોમતીપુરની ગુમ થયેલી વ્યક્તિની ઉંમર તથા ગુમ થવાનો સમય અને અસલાલી પોલીસ સ્ટેશનમાંથી મળી આવેલી લાશના સમય સાથે બંધ બેસતો હતો. એટલે પોલીસે ગુમ થનાર સાકિરનાં માતા-પિતાનાં બ્લડ સેમ્પલ તથા અસલાલીમાંથી મળી આવેલી લાશના ટુકડાનાં સેમ્પલ લઇ એફએસએલ પાસે ડીએનએ ટેસ્ટ કરાવ્યાં હતાં, જે મેચ થઈ ગયાં અને આમ લાશના ટુકડા સાકિર શેખના હોવાનું પુરવાર થઈ ગયું હતું.
ડીવાયએસપી કે.ટી.કામરિયા સામે કરેલી કબૂલાત મુજબ, મતબુલનો પરિવાર ઉત્તરપ્રદેશના અમરોહા ખાતે રહેતો હતો, એટલે તે ગોમતીપુરમાં જ ભાડે મકાન લઈને એકલો જ રહેતો હતો. સાકિર સાથે તેની મિત્રતા હતી, એટલે સમય જતાં બન્ને કાપડના ધંધામાં ભાગીદાર બન્યા હતા.,સાકિરને નવ લાખ રૂપિયા આપ્યા હતા. સાકિર ધંધાનો હિસાબ આપતો ન હતો અને સંપૂર્ણ ધંધો તેણે પોતાની પાસે લઇ લીધો હતો,બોલાચાલી થતા છૂટાહાથની મારપીટ થઈ હતી. આ દરમિયાન રોષે ભરાયેલા મતબુલે હાથથી સાકિરનું ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી.
પોલીસને લાશના ટુકડા મળ્યા હતા, જેમાં માથું નહોતું છતાં પોલીસે પોતાની સૂઝબૂઝથી પાંચ દિવસ સુધી સતત તપાસ કરીને ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો અને સાતમા દિવસે દિલ્હીથી આવી રહેલા આરોપી મતબુલને ઝડપી લેવામાં આવ્યો હતો.