મહેસાણામાં જન્માષ્ટમીના દિવસે સાબરમતી નદીમાં ન્હાવા ગયેલા 3 યુવકોનું પાણીમાં ડૂબી જતા કરુણ મોત.

મહેસાણા(mahesana):રાજ્યભરમાં મોતની સંખ્યામાં ખુબ જ વધારો થઇ રહ્યો છે,હાલ વધુ 3 મોતના બનાવ મહેસાણામાંથી સામે આવ્યા છે.,મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના વલાસણા પાસે પસાર થતી સાબરમતી નદીમાં ન્હાવા પડેલા 4 યુવકો માંથી 3 યુવકોના પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયા છે.

મળતી માહિતી અનુસાર  મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં આવેલા વસલાના ગામે જન્માષ્ટમીના દિવસે ચારેય બાજુ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. ત્યારે ગામના કેટલાક યુવકો ગામમાંથી પસાર થતી સાબરમતી નદીના કિનારે ભેગા થયા હતા,ત્યારબાદ આ યુવકો નદીમાં ન્હાવા માટે ગયા હતા.

અચાનક જ પાણીમાં વધારો થતા 8 યુવકો ન્હાતા હતા તેમાંથી 4 યુવકો ડૂબવા લાગ્યા હતા,આ ઘટનાની જાણ ગામના લોકોને કરી હતી. એટલે ગામના લોકો તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા.જેમાંથી ત્રણ યુવકોના પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયા છે. જ્યારે એક યુવકને માંડ માંડ બચાવવામાં આવ્યો હતો. તેની હાલત ખૂબ જ નાજુક છે અને તેની સારવાર વડનગર સિવિલ હોસ્પિટલમાં થઇ રહી છે.

જન્માષ્ટમીના દિવસે એક ગામમાંથી 3 યુવકના મોત થવાથી ગામમાં તહેવારના દિવસે માતમ છવાઈ ગયો હતો.ઘટનામાં 20 વર્ષીય રાઠોડ જયરાજસિંહ વિક્રમસિંહ, 21 વર્ષીય રાઠોડ યુવરાજસિંહ મહોબ્બતસિંહ અને 20 વર્ષીય રાઠોડ કૃણાલસિંહ અરવિંદસિંહ નામના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.આમ અચાનક મોત થવાથી પરિવાર પર આભ તૂટી પડ્યૂ હતું.