સુરતમાં 12 વર્ષીય કિશોરીનો ગળેફાંસો લગાવીને આપઘાત,દીકરીને આ ઉમરે તો શું દુખ આવી પડ્યું,જાણો.

સુરત(surat):રાજ્યભરમાં આપઘાતના કેસમાં ખુબ જ વધારો જોવા મળી  રહ્યો છે,હાલ સુરતમાંથી વધુ એક આપઘાતના સમાચાર સામે આવ્યા છે,આ ઘટનામાં ધોરણ સાતમાં અભ્યાસ કરતી દીકરીએ સુસાઇડ કરી લીધું છે,આટલી નાની ઉમરે આવું પગલું શા માટે ભર્યું હશે એમ બધા જ લોકો વિચારતા થઇ ગયા છે.

પાંડેસરા વિસ્તારમાં એક 12 વર્ષીય દીકરીએ આપઘાત કરી લીધો હતો. ઘરે નાનો ભાઈ અને કિશોરી એકલા જ હતા. નાનો ભાઈ બાથરૂમમાં ગયો ને એકાએક કિશોરીએ રૂમને બંધ કરી ગળાફાંસો ખાઈ લીધો હતો.,કર્મયોગી સોસાયટીમાં અનિલ સિંગ પરિવાર સાથે રહે છે. તે રત્નકલાકાર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે જ્યારે પત્ની શૂટ કટિંગ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થાય છે. તેમને એક 12 વર્ષીય દીકરી અને 7 વર્ષનો પુત્ર છે. પુત્રી વંદના ધોરણ-7માં અભ્યાસ કરતી હતી.

અનિલ અને તેની પત્ની નોકરી  પર ગયા હતા. આ સમયે દીકરી વંદના અને પુત્ર એકલા જ ઘરે હતા. નાનો ભાઈ બાથરૂમ ગયો હતો ત્યારે વંદનાએ રૂમને અંદર બંધ કરી દીધો હતો.  પછીથી પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.,ઘરે પહોંચેલા માતા-પિતા દીકરીને મૃત હાલતમાં જોઈ ભાંગી પાડ્યા હતા.

પરિવારની એકની એક દીકરી ગુમાવતા પરિવારમાં ખુબ જ શોકનો માહોલ છવાઇ ગયો હતો. પરિવારને પણ આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી. જેથી પાંડેસરા પોલીસ દ્વારા મોબાઇલ સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે.