પિતા સાથે ઝઘડો કરી રહેલા પુત્રોને સમજાવવા જતાં માતા પર ધોકા લઈને તૂટી પડ્યા, માતાનું મોત, પિતા સારવાર હેઠળ

આજના સમયમાં હત્યાના બનાવ ખુબ જ બની રહ્યા છે,દિવસે ને દિવસે લોકોની સહનશક્તિમાં ઘટાડો થઇ રહ્યો છે,હાલ ખુબ જ ચોકાવનારી હત્યાનો કિસ્સો સામે આવ્યો છે,એક કિસ્સો સામે આવ્યો નવસારીના વાંસદામાંથી.. જ્યાં સામાન્ય  બાબતોએ બે કપાતર પુત્રોએ માતાની હત્યા કરી નાખી છે. જ્યારે પિતાને પણ અધમૂઆ કરી દીધા છે.

વાંસદા તાલુકાના લાછકડી ગામે રહેતા જાનુભાઈ જાદવના પરિવારમાં પત્ની સુમિત્રાબેન અને બે દીકરા અને એક દીકરી છે. જાનુભાઇ હાલ પોતાના નિતેશ નામના પુત્ર સાથે રહે છે.,મળતી માહિતી પ્રમાણે રવિવારે સાંજે ઘરમાં વીજળી ન હોવાથી જાનુભાઇને પત્ની સુમિત્રાબેને જાણ કરી હતી.

સુમિત્રાબેને  તપાસ કરતા ખબર પડી કે માત્ર તેમના જ ઘરે જ વીજળી નથી,બાકી પાડોશીઓને ત્યાં વીજળી આવે છે. જેથી જાનુભાઈએ પોતાના 12 વર્ષીય પૌત્રને DGVCLના થાંભલા ઉપર ચઢી વાયરનો તાર હલાવવા કહ્યું હતું. દાદાના કહેવા પ્રમાણે પૌત્રએ આમ કરતાં જ વીજળી આવી જતા પૌત્ર થાંભલાથી નીચે ઊતરી ગયો હતો.

આ વાતની જાણ સૌથી મોટા પુત્ર નિતેષને થતાં તે સાંજના સમયે પોતાના ભાઈ સાથે આવી માતા-પિતા સાથે માથાકૂટ કરી ગાળો આપતા કહ્યું હતું કે, ‘મારો પુત્ર વીજ કરંટથી મૃત્યુ પામે તો કોની જવાબદારી? તેમ કહી માતા-પિતાને ગાળો આપી હતી, અને પિતાને માર માર્યો હતો.,જેથી માતા વચ્ચે પડતાં બંને પુત્રોએ ચૂલામાં પડેલા સળગતા લાકડા લઇ માતા ઉપર તૂટી પડ્યા હતા. જેથી માતા બેભાન થઈ નીચે ફસડાઈ પડી હતી. જ્યારે પિતાને પણ ઢોરમાર માર્યો હતો.

ઢોર મારી બંને કપાતર પુત્રો દવાખાને લઇ જવાને બદલે ભાગી ગયા હતા. બંને ઘાયલ પતિ-પત્નીની હાલત પાડોશીઓથી ન જોવાતા તેમણે 108ને જાણ કરી હતી. 108એ ઘટનાસ્થળે પહોંચીને બંને ઇજાગ્રસ્ત દંપતીને ખાનગી હોસ્પિટલમાં લઈ ગઇ હતી.,જ્યાં પત્ની સુમિત્રાબેનને ડોક્ટરોએ મૃત ઘોષિત કર્યાં હતાં. જ્યારે પતિ જાનુભાઈ હાલ સારવારમાં છે.

આ ઘટનાની પોલીસને જાણ થતા જ પોલીસ તરત જ હોસ્પિટલ દોડી આવી હતી,અને બંને પુત્રો પર કાર્યવાહી હાથ ધરી હતી,આ બનાવ બનતા આજુ બાજુના વિસ્તારમાં અરેરાટી છવાઈ ગઈ છે,બધા જ બંને પુત્રો પર ધિક્કાર વરસાવી રહ્યા છે.