એશિયા કપમાં આજે IND Vs NEP મેચ,ભારતે 5 ઓવરમાં જ 3 કેચ છોડ્યા,કોહલી પછી ઈશાન કિશને પણ સરળ કેચ પડતો મુક્યો

એશિયા કપની પાંચમી મેચમાં આજે ભારતનો સામનો નેપાળ સામે છે. આજની મેચ કેન્ડીમાં રમાઈ રહી છે.,શ્રેયસ અય્યરે પ્રથમ ઓવરના છેલ્લા બોલ પર પહેલી સ્લિપ પર આસાન કેચ છોડ્યો હતો. ત્યારબાદ બીજી ઓવરના પહેલા જ બોલ પર વિરાટ કોહલીએ શોર્ટ કવર પર તક ગુમાવી દીધી હતી. શ્રેયસે કુશલ ભુર્તેલને અને વિરાટે આસિફ શેખને જીવનદાન આપ્યું હતું.

ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે આ જ મેદાન પર રમાયેલી મેચ વરસાદના કારણે રદ કરવી પડી હતી.,ભારતીય ટીમ એશિયા કપની સૌથી સફળ ટીમ છે. ટીમ સાત વખત એશિયા કપની ચેમ્પિયન રહી છે.

ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ નેપાળ સામેની મેચ નહીં રમે. પારિવારિક કારણોસર તે મુંબઈ પરત ફર્યો છે., કુલદીપ યાદવ સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે, તેણે 11 મેચમાં 22 વિકેટ લીધી હતી.,ભારત અને નેપાળ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવે તો પણ ભારત સુપર ફોરમાં પહોંચી જશે. હકીકતમાં નેપાળ પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે હારી ગયું છે.