નવસારીમાં 19 વર્ષની યુવતીએ બાથરૂમમાં ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું…કારણ જાણીને ચોકી જશો.

નવસારી(Navratri):રાજ્યભરમાં આપઘાતના બનાવ ખુબ જ બની રહ્યા છે,હાલમાં જ નવસારીમાંથી એક બનાવ સામે આવ્યો છે,ઘટનામાં એક 19 વર્ષની યુવતીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.19 વર્ષની યુવતીએ ગઈકાલે મોડી રાત્રે બાથરૂમમાં ગળાફાંસો ખાઈને પોતાના જીવનનો અંત લાવી દીધો હતો.

મળતી માહિતી પ્રમાણે,નવસારીમાં નારણભાઈ ચૌધરી નામના વ્યક્તિ પોતાની પત્ની, 4 દીકરી અને એક દીકરા સાથે રહે છે.,ગઈકાલે રાત્રે નારણભાઈની સૌથી નાની દીકરી ભૂમિકા બાથરૂમમાં ન્હાવા માટે ગઈ હતી. ઘણો સમય થઈ ગયો છતાં પણ ભૂમિકા બાથરૂમમાંથી બહાર ન આવી એટલે પરિવારના સભ્યોએ બાથરૂમનો દરવાજો ખખડાવ્યો હતો.

અંદરથી કોઈ પણ પ્રકારનો જવાબ મળ્યો નહીં. પછી પરિવારના સભ્યોને શંકા ગયા અને ત્યારબાદ પરિવારના સભ્યોએ બાથરૂમનો દરવાજો તોડી નાખ્યો હતો. ત્યારે બાથરૂમમાંથી ભૂમિકા ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.,તાત્કાલિક ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચી ગયા હતા.

પોલીસ ભૂમિએ શા માટે આવું પગલું ભર્યું એ માટેની તપાસ કરી રહી છે,હજુ શા માટે ભૂમિએ આવું કર્યું એનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.