અમદાવાદમાં ઢોર પકડવાની ટીમના કારણે એક વૃદ્ધ વ્યક્તિનું કરુણ મોત..

અમદાવાદ(Amadavad):રાજ્યભરમાં હાર્ટ એટેકના બનાવ ખુબ જ સામે આવ્યા છે,અમદાવાદમાંથી વધુ એક બનાવ હાર્ટ એટેકનો સામે આવ્યો છે,શહેરના વાડજ વિસ્તારમાં ઝવેરી પાર્ક નજીક આવેલી માલધારી સોસાયટીમાં સીએનસીડી વિભાગની ટીમ ઢોર પકડવા માટે ગઈ હતી. આ દરમિયાન ધક્કા મૂકી વચ્ચે એક રોજ વ્યક્તિનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું.

મળતી માહિતી અનુસાર,અમદાવાદ મહાનગરપાલિકાની ઢોર પકડવાની ટીમ સાથે ધક્કા મૂકી થઈ હતી. આ દરમિયાન વૃદ્ધ વ્યક્તિનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું. રોજ વ્યક્તિનું મોત થતા જ તેમના પરિવારજનોને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયું હતું. આ વાત ના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં માલધારીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

ઢોર પકડવાની ટીમમાં લગભગ 15થી પણ વધુ લોકો આવ્યા હતા. લોકો અહીં વૃદ્ધના ઘરે બાંધેલી ગાયને છોડીને લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન વૃદ્ધ વ્યક્તિએ તેમને રોક્યા હતા, ત્યારે ધક્કા મૂકી થઈ હતી. આ ઘટનામાં વૃદ્ધ વ્યક્તિને ધક્કો લાગ્યો હતો અને તેઓ જમીન પર ઢળી પડ્યા હતા.

ઘરના વડીલનું મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.