સુરતમાં લગ્ન માટે પરિવાર તેમજ પ્રેમીઓએ ના પાડતાં 2 પિતરાઇ બહેનોએ દુલ્હનની જેમ સજી ફાંસો ખાધો.

સુરત(surat):રાજ્યભરમાં પ્રેમ પ્રકરણ ને લીધે આપઘાતના  બનાવ ખુબ જ બની રહ્યા છે,હાલ વધુ બે આપઘાતના બનાવ સામે આવ્યા છે,પ્રેમસંબંધમાં  18 અને 20 વર્ષીય યુવતીએ તેમજ વેસુમાં 29 વર્ષીય યુવતીએ જીવન ટૂંકાવી દીધું.

મળતી માહિતી મુજબ,ભગવાન મહાવીર યુનિવર્સિટી પાસે ફુડ કોર્ટ પાસે ઝાડીઓમાં બે પિતરાઈ બહેનોએ દુલ્હનની જેમ સજીધજીને ફાંસો ખાઈ લીધો હતો. લગ્ન માટે પરિવાર તેમજ પ્રેમીઓ રાજી ન થતા બંનેએ આપઘાતનું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.

ભગવાન મહાવીર કોલેજના કંપાઉન્ડ પાસે રહેતી 20 વર્ષીય નિલમ રાજેશ વર્મા અને તેની 18 વર્ષીય પિતરાઈ બહેન રોશની રાકેશ વર્મા સફાઈ કામ કરી પરિવારને મદદરૂપ થતી હતી.,બંને ના પિતા સિક્યુરીટી ગાર્ડમાં નોકરી કરે છે.,કામના સ્થળે ન પહોંચતા પરિવારે શોધખોળ કરી હતી.

બંને દીકરી ન મળતા તાત્કાલિક ધોરણે પોલીસમાં ફરિયાદ કરી હતી, સોમવારે સવારે સેકન્ડ વીઆઈપી રોડ ફુડ કોર્ટ પાસે ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં બંનના મૃતદેહ મળ્યા હતા.

તપાસમાં બન્ને પિતરાઈ બહેનોને અલથાણ વિસ્તારમાં જ તેમની માસીના ઘર નજીક રહેતા બે યુવકો સાથે પ્રેમસંબંધ હોવાનું અને પરિવાર તેમજ બન્ને પ્રેમી યુવકો પણ લગ્ન માટે રાજી ન હોવાથી બન્નેએ આપઘાતનું પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે.