સુરતમાં પ્રેમીએ પ્રેમિકાને જીવતી સળગાવી,રાત્રે ફૂટપાથ પર સૂતેલી મહિલા પર પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી દીધી.

સુરત(surat):અવાર નવાર એવા બનાવ બનતા હોય છે,જે આપણને ધ્રુજાવી દેતા હોય છે,હાલ સુરત શહેરમાંથી પ્રેમ પ્રકરણને લીધે એવો જ એક બનાવ સામે આવ્યો હતો, રાત્રે સુતેલી પ્રેમિકા પર પેટ્રોલ છાંટીને પ્રેમીએ જીવતી સળગાવી દીધી હતી.જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું.

મળતી માહિતી અનુસાર,કતારગામ વિસ્તારમાં આવેલી લલિતા ચોકડી પાસે ફૂટપાથ પર 50 વર્ષીય રાધા ગટુભાઈ ઝરપડા પરિવાર સાથે રહેતા હતા. રાધાને શંભુ નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. રાધાનો પતિ વતન રાજસ્થાનમાં રહેતો હતો. રાધા એક દીકરા અને એક દીકરી સાથે રહેતી હતી. શંભુ સાથે છેલ્લા પાંચ વર્ષથી લિવ ઈનમાં હતી.

રાધા  તેના  બાળકો સાથે ફૂટપાથ પર સુતી હતી, 1.45 વાગ્યે શંભુ પેટ્રોલ લઈને ધસી આવ્યો હતો અને ત્યાર બાદ રાધા પર પેટ્રોલ છાંટીને સળગાવી દીધી હતી. તરત જ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી,પરંતુ શરીર ખુબ જ દાજી જવાને કારણે તેનું મોત થયું હતું.

તરત જ પોલીસે શંભુને મહાદેવના મંદિરમાંથી પકડી લીધો હતો,બે દિવસ પહેલા રાધાના કોઈ અન્ય સાથે આડા સંબંધ હોવાની આશંકામાં ઝઘડો પણ થયો હતો. જેથી ઉશ્કેરાઈને રાતમાં આરોપીએ આ પગલું ભરી લીધું હોવાની શંકા છે.