સુરત(surat):શહેરમાં આજ કાલ મોતના બનાવ ખુબ જ સામે આવી રહ્યા છે,હાલ વધુ એક બાળકના દર્દનાક મોતનો કિસ્સો સામે આવ્યો છે,મળતી માહિતી મુજબ,ડોક્ટરની બેદરકારીને લીધે વૃંદાવન પાર્કમાં રહેતા, SD જૈન સ્કૂલના ધો.4માં ભણતા વિદ્યાર્થીએ દમ તોડ્યો હતો.
મળતી માહિતી મુજબ,ડિંડોલી ખરવાસા રોડ વૃંદાવન પાર્ક સોસાયટી ખાતે રહેતા ભગવાન લોખંડે સલુનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમનો 10 વર્ષીય પુત્ર અભિરૂપ એસ.ડી. જૈન સ્કૂલમાં ધોરણ 4માં અભ્યાસ કરતો હતો. રવિવારે રાત્રે અભિરૂપને ઝાડા-ઊલટી અને પેટમાં દુ:ખાવાની તકલીફ થઈ હતી. જેથી સોમવારે સવારે અભિરૂપને સારવાર માટે ઉધના નહેર નજીકની પ્રાચી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.
પ્રાચી હોસ્પિટલમાં કેશલેસની સુવિધા ન હોવાથી ડો. હિતેશની સારવાર હેઠળ જ અભિરૂપને સાચી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં ટુંકી સારવાર બાદ અભિરૂપનું મોત થયું હતું.તેથી અભીરુપના મોતનો આક્ષેપ ડોક્ટર પર લગાવવામાં આવ્યો હતો.
અભીરુપના પિતાજીએ જણાવ્યું હતું કે અભીરૂપ ને હુ ચાલતા જ લઈને આવ્યો હતો,અભીરૂપ પોતે ચાલીને જ આવ્યો હતો.ડો. હિતેશ જરીવાલાએ જણાવ્યું હતું કે, બાળકને સારવાર માટે લઈને આવ્યા ત્યારે જ તેને કમળો હતો અને તેનું પેટ ફુલેલુ હતું. લીવર અને કીડનીમાં તકલીફ હતી.બાળકને સારવાર આપવામાં કોઈ જ બેદરકારી રાખવામાં આવી નહોતી.