તળાવમાં નહાતી વખતે 3 મિત્રો પાણીમાં ડૂબ્યા… બે મિત્રોનું તડપી તડપીને મોત થયું…

રાજ્યભરમાં મોતના સમાચાર ખુબ જ સામે આવી રહ્યા છે,હાલ વધુ એક મોતની ઘટના સામે આવી છે,જેમાં 3 મિત્રો ડૂબ્યા હતા,તેમાંથી 2 મિત્રોનું મોત થયાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી અનુસાર,ઘટનામાં 16 વર્ષના ઇમરાન અલી અને 18 વર્ષના ઈમ્તિયાઝ અલી નામના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના સોમવારના રોજ સાંજના સમયે બની હતી.

સાંજના સમયે ત્રણ મિત્રો ન્હાવા માટે તળાવમાં ગયા હતા. જ્યાં ઇમરાન ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો. ઇમરાનને ડુબતો જોઈને ઈમ્તિયાઝ તેને બચાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ તે પણ પાણીમાં ડૂબવા લાગે છે.તેની સાથે રહેલ ત્રીજો મિત્ર  પણ તે બંનેને  બચાવવા માટે પાણીમાં જાય છે,પરંતુ તે પણ ડૂબવા લાગે છે.

તે યુવક ગમે તેમ કરીને પાણીમાંથી બહાર નીકળી ગયો હતો. જ્યારે ઈમ્તિયાઝ અને ઇમરાન નું પાણીમાં ડૂબી જવાના કારણે મોત થઈ ગયું હતું. તાત્કાલિક ઘટના સ્થળે પોલીસની ટીમ આવી પહોચે છે અને બંનેના મૃતદેહને પીએમ માટે લઇ જવામાં આવે છે.જુવાન દીકરાના મોતના પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.