સુરતના વરાછામાં 32 વર્ષીય પાટીદાર મહિલાનું ત્રણ દિવસ ઝાડા-ઊલટી બાદ મોત, બે સંતાને માતાની છત્રછાયા ગુમાવી

સુરત(SURAT):રાજ્યભરમાં રોગચાળાને લીધે ખુબ જ મોતના બનાવ સામે આવી રહ્યા છે,હાલ સુરતમાંથી એક મોતના સમાચાર સામે આવ્યા છે,યોગીચોક વિસ્તારમાં રહેતા 32 વર્ષીય મહિલાને ઝાડા-ઊલટી બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા. જોકે, મહિલાને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ,યોગીચોક વિસ્તારમાં આવેલી વિજય નગર સોસાયટીમાં 32 વર્ષના કિરણબેન દિલીપભાઈ ઘોરી પરિવાર સાથે રહેતા હતા. પતિ એમ્બ્રોડરીના ધંધા સાથે જોડાયેલા છે,પરિવારમાં એક પુત્ર અને એક પુત્રી છે.

કિરણબેન ગૃહિણી હતા. તેમણે છેલ્લા ત્રણ દિવસથી ઝાડા-ઊલટી થતાં હતા. જેથી પહેલા નજીકના દવાખાનામાંથી દવા લીધી હતી.બપોર બાદ ઝાડા-ઊલ્ટી બાદ તબિયત વધુ લથડી હતી. જેથી તાત્કાલિક ધોરણે નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ટૂંકી સારવારમાં જ મોત થયું હતું.

કિરણબેનનું આમ અચાનક જ મોત થવાથી પરિવાર ખુબ જ ઊંડા આઘાતમાં સરી પડ્યો હતો,કિરણબેનના મોતથી એક દીકરો અને એક દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી છે.