મિત્રના જન્મદિવસમાં જઈ રહેલા મિત્રનું રસ્તામાં અકસ્માતમાં દર્દનાક મોત…

રાજ્યભરમાં અકસ્માતના બનાવ ખુબ જ બની રહ્યા છે,હાલ વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે.જેમાં એક મિત્ર બીજા મિત્રના જન્મદિવસની પાર્ટીમાં જઈ રહ્યો હતો,ત્યાં અકસ્માત થતા કમકમાટી ભર્યું મોત થયું છે.

મળતી માહિતી મુજબ આ અકસ્માતની ઘટના ઉત્તરપ્રદેશના ઈટાવા માંથી સામે આવી રહે છે.,મૃત્યુ પામેલા યુવકનું નામ મુકુલ તિવારી હતું અને તેની ઉંમર 21 વર્ષની હતી. ગઈકાલે રાત્રે લગભગ 9:00 વાગ્યાની આસપાસ મુકુલને નેશનલ હાઈવે  પર અકસ્માત નડ્યો હતો. મુકુલ કારમાં સવાર હતો ત્યારે તેની કારને અજાણ્યા વાહને ટક્કર મારી હતી.

અકસ્માતની ઘટના બનતા જ બધા લોકો દોડી આવ્યા હતા,અને મુકુલને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા,જ્યાં ફરજ પરના હાજર તબીબે મુકુલને મૃત જાહેર કર્યો હતો.

ત્યાં તાત્કાલિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને મુકુલના મૃતદેહને પીએમ માટે લઇ જવામાં આવ્યો હતો.મુકુલના આમ અચાનક મોત થી પરિવાર ખુબ જ ઊંડા આઘાતમાં ગરકાવ થયો હતો.