ચોટીલા માતાજીના દર્શન કરવા જતા 3 યુવકોને રસ્તામાં નડ્યો ભયંકર અકસ્માત,જુઓ કંપારી અપાવે એવા ફોટા.

આજ કાલ રાજ્યભરમાં અકસ્માતની ઘટનાએ વેગ પકડ્યો છે,રક્ષાબંધનમાં ચોટીલા માતાજીના દર્શન કરવા જતા યુવકોને અકસ્માત નડ્યો હતો,રક્ષાબંધનના પવિત્ર દિવસે ગુજરાતમાં બનેલી એક કાળજો કંપાવી દેનારી અકસ્માતની ઘટના  સામે આવી હતી.

આ ભયંકર અકસ્માતની ઘટના પાટણ જિલ્લામાં વહેલી સવારે બની હતી.,ગઈકાલે રાધનપુર સોનલનગર ખાતે રહેતા હસમુખભાઈ છગનભાઈ ઠક્કર, પીન્ટુભાઇ સોમાભાઈ રાવળ અને દશરથભાઈ જેહાભાઈ રાવળ નામના ત્રણ યુવાનો પૂનમ હોવાથી ચોટીલા દર્શન કરવા માટે ગયા હતા.

વહેલી સવારે સમી-શંખેશ્વર હાઇવે પર એક ટ્રક પસાર થઈ રહ્યો હતો ત્યારે જ  વેગેનાર કાર ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી.ઘટનામાં કારમાં બેઠેલા હસમુખભાઈ પીન્ટુભાઇ અને દશરથભાઈનું મોત થયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

આ ઘટના ખુબ જ ભયંકર હતી કે ઘટના સ્થળે જ 3 લોકોના મોત થઇ ગયા હતા,આ ઘટના બનતા 3 પરિવારમાં ખુબ જ માતમ છવાયો હતો.