ભાવનગરમાં વાહન અડફેટે ઈજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન મોત,પરિવાર ઊંડા આઘાતમાં ગરકાવ થયો.

આજ કાલ રાજ્યભરમાં મૃત્યુના સમાચાર ખુબ જ આવી રહ્યા છે,હાલ વધુ એક ભાવનગરમાંથી વધુ એક મોતના સમાચાર સામે આવ્યા છે,વાહનચાલક ની બેદરકારીને લીધે વધુ એક અકસ્માત સર્જાયો છે.,શહેરના ભરતનગર વિસ્તારમાં રહેતી એક મહિલા રોડક્રોસ કરી રહી હતી, તે વખતે અજાણ્યા વાહન ચાલકે મહિલાને અડફેટે લેતા ખુબ જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જયાં આજરોજ તેનું મોત થયું હતું.

ભરતનગર ચોકડી પાસે તખ્તેશ્વર હાઈટ્સ માં રહેતી 46 વર્ષના  ઈલા અજયભાઈ લંગાળીયા ગત તા.24.8 ના રોજ તેના ઘર સામે રોડ ક્રોસ કરી રહી હતી, એ દરમ્યાન કોઈ અજાણ્યા વાહને મહિલાને અડફેટે લઈ  ફરાર થઇ ગયા હતા.

ગંભીર ઈજા ની હાલતમાં મહિલાને સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જયાં માથામાં હેમરેજ હતું,સારવાર હાથ ધરવામાં આવી હતી પરંતુ સારવાર કરવા છતાં સારું ન થતા મહિલાએ હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધો હતો.

આ સમાચારથી પરિવાર પર આભ પડ્યા જેવી સ્થિતિ થઇ હતી.,અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.