રાજકોટમાં માતા-પિતા સાથે ઝઘડો થતા દીકરાએ ઝેરી દવા પીને સુસાઈડ કર્યું…પરિવાર પર આભ તૂટ્યા જેવી સ્થિતિ.

રાજકોટ(Rajkot):આજ કાલ આપઘાતના ખુબ જ કિસ્સા વધી ગયા છે,લોકોમાં દિવસે ને દિવસે સહનશક્તિ ઘટતી જાય છે,હાલ રાજકોટમાં એક યુવકનો આપઘાતનો બનાવ સામે આવ્યો છે,જુવાન દીકરાના મોત થી સમગ્ર પરિવાર ઊંડા આઘાતમાં સરી પડ્યો છે.

રાજકોટ શહેરના રાધે ચોકડી પાસે આવેલ જલારામ સોસાયટીમાં 34 વર્ષનો હર્ષદ લાલજીભાઈ ઘોઘારી નામનો યુવક પોતાના પરિવાર સાથે રહેતો હતો.,હર્ષદે બે દિવસ પહેલા બપોરના ત્રણ વાગ્યાની આસપાસ પોતાના ઘરમાં ઝેરી દવા પી લીધી હતી.,મળતી માહિતી અનુસાર હર્ષદ અને તેના પપ્પાને કોઈ વાતને લઈને બોલાચાલી થઇ હતી.

હર્ષદનો સ્વભાવ ખુબ જ ગુસ્સાવાળો હતો,તેથી તે થોડું પણ સહન કરતો ન હતો,દીકરાએ ગુસ્સામાં આવું પગલું ભર્યું છે એવી જાણ થતા જ દીકરાને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ ત્યાં સારવાર નિષ્ફળ નિવડતા હર્ષદનું દુઃખદ નિધન થયું હતું.જુવાન દીકરાના મોત થી સમગ્ર પરિવાર ઊંડા આઘાતમાં સરી પડ્યો છે.