સુરતમાં સિંગણપોર ખાતે કથેરીયા હનુમાનજીના મંદિર પાસે એપાર્ટમેન્ટમાં પાર્કિંગમાં આગ લાગતા 50 મીટર અને ઈલેક્ટ્રીક મોપેડ સહિત ચાર મોપેડ ઝપેટમાં આવ્યા

સુરત (Surat):સુરત શહેર માં આજે વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં ફાયર સૂત્રો પાસેથી મળેલી વિગત  મુજબ સિંગણપોર ખાતે કથેરીયા હનુમાનજીના મંદિર પાસે કષ્ટભંજન લીવીનો એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આજે શુક્રવારે સવારે રહસ્યમય સંજોગોમાં આગ ફાટી નીકળી હતી. આગના લીધે મીટરો ભડભડ સળગવા લાગ્યા હતા.

એટલુંજ નહીં  મીટર પેટીની આસપાસમાં રહીશો પાર્ક કરેલી એક ઈલેક્ટ્રીક મોપેડ અને ત્રણ મોપેડ સહિત ચાર વાહનો આગની લપેટમાં આવી ગયા હતા. જયારે રહીશોમાં નાશભગ અને અફરાતફરી મચી ગઈ હતી.આ અંગે જાણ થતા એપાર્ટમેન્ટના કેટલાક રહીશો અને ફાયર કાફલો ત્યાં દોડી આવ્યા હતા અને પાર્કિંગમાં સળગી રહેલા વાહનોની આજુબાજુ પાર્ક કરેલા 20 થી 25 ટુ વ્હીલ બહાર લઈ જઈએ બચાવી લીધા હતા.

જોકે આગને ફેલાવા દીધી ન હતી અને આગ પર 10 થી 15 મિનિટમાં કાબુ મેળવ્યો હતો. જયારે આગને લીધે ચાર મોપેડ અને 50 જેટલા મીટર સહિતની ચીજ વસ્તુઓમાં નુકસાન થયું હતું પરંતુ  આ  બનાવમાં કોઈ ઈજા જાનહાની થઈ ન હતી.

ફાયર ઓફિસર પ્રિન્ટેશ પટેલે જણાવ્યું હતું. જ્યારે આગ લાગવાનો ચોક્કસ કારણ હાલમાં જાણવા નહિ મળ્યું. પરંતુ ઈલેક્ટ્રીક મોપેડના લીધે આગ લાગી હોવાનું સ્થાનિક લોકોમાં ચર્ચા રહ્યું હતું.