આર્મીમાં પોતાની ફરજ નિભાવતા જવાનનું બ્રેઇન હેમરેજથી મોત: પરિવારમાં શોકનો માહોલ સર્જાયો

દાંતા તાલુકામાં મંડાલી ગામના રહેવાસી ભાવેશ પરમાર જે આર્મીમાં પોતાની ફરજ નિભાવતા હતા. ગઈકાલે તેમનું બ્રેઇન હેમરેજ થવાના કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આર્મી જવાન ભાવેશ પરમારનું મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં શોખની લહેર છવાઈ હતી.

દેશની સુરક્ષા સલામતી અને રક્ષા માટે આર્મી મુખ્ય ભૂમિકા બજાવતી હોય છે. જ્યારે પણ દેશ સંકટની સ્થિતિમાં હોય ત્યારે આર્મીના જવાનો દેશને વિકટ પરિસ્થિતિથી બહાર કાઢવામાં અહમ ભૂમિકા નિભાવતા હોય છે. દેશ માટે આર્મી જવાનો પોતાનું બલિદાન પણ આપી દેતા હોય છે. સમગ્ર લોકો દેશની આર્મી પ્રતી માન સન્માન આપતા હોય છે. આર્મી જવાનોના બલિદાન અને કર્તવ્યને જોઈ દેશવાસી ગર્વ મહેસુસ કરે છે.

આર્મી જવાન ભાવેશ પરમારનું મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં શોખની લહેર છવાઈ હતી. તો સાથે સાથે તેમના પરિવાર પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. આર્મી જવાનનું મોત નીપજતા તેમના અંતિમ સંસ્કાર માટે આર્મીના અધિકારીઓ અને જવાનો મંડાલી ખાતે પહોંચ્યા હતા. આર્મી જવાનની અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને નમ આખોથી જવાનને વિદાય આપી હતી.

કોઈપણ આર્મી જવાન દેશ માટે શહીદ થાય છે, ત્યારે સમગ્ર દેશ નમ આંખોથી પોતાની વેદના દર્શાવતા હોય છે અને શ્રદ્ધાંજલિ આપે છે.આર્મી જવાનને આર્મી તરફથી ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.