અમેરિકામાં ગોળીબાર : અંધાધૂંધ ફાયરિંગ કરતા ૮ લોકોનાં મોત, મૃતકોમાં મોટાં ભાગનાં બાળકો

અમેરિકામાં એક મોટી ઘટના સામે આવી છે. અમેરિકાના ઉટાહ રાજ્યમાં ગોળીબારમાં આઠ લોકોના મોત થયા છે. ગોળીબારમાં મૃત્યુ પામેલા આઠ લોકોમાં પાંચ બાળકોનો પણ સમાવેશ થાય છે. જોકે, અધિકારીઓએ ગોળીબાર અંગે સંપૂર્ણ માહિતી આપી નથી. આ ફાયરીંગ લગભગ 8,000ની વસ્તી ધરાવતા શહેરમાં થયું હતું. આવી સ્થિતિમાં આ ઘટના બાદ સમગ્ર શહેરમાં ભયનો માહોલ છે. નોર્થ અમેરિકાના ઉટાહ રાયમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઉટાહના એનોકમાં અંધાધૂંધ ગોળીબારના સમાચાર સામે આવ્યા છે જેમાં આઠ લોકોના દર્દનાક મોત થઈ ગયા છે.

સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે, ઉટાના ગ્રામીણ વિસ્તારમાં એક ઘરની અંદરથી આઠ લોકોના મૃતદેહ મળી આવ્યા છે જેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મૃતકોમાં ત્રણ વયસ્કો અને પાંચ બાળકો સામેલ છે. ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા અનુસાર, ગોળી કોણે ચલાવી અને શા માટે તે તપાસ હેઠળ છે. શહેરના અધિકારીઓએ લોકોને કહ્યું છે કે ડરવાનું કંઈ નથી. ટૂંક સમયમાં આરોપીઓ ઝડપાઈ જશે. નજીકના સ્થળે કામ કરનાર એક વ્યક્તિએ ધ ન્યૂ યોર્ક ટાઈમ્સને આ ઘટના વિશે જણાવ્યું કે તે પીડિતોને સારી રીતે ઓળખે છે કારણ કે તેઓ જે ચર્ચમાં ગયા હતા તે જ ચર્ચમાં તેઓ હાજર હતા. તેણે કહ્યું, “અમે બધા ચોંકી ગયા છીએ અને હેરાન છીએ. અહીં રહેતા લોકો તેમના પડોશીઓને ખૂબ પ્રેમ કરે છે.” લોકલ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના બુધવારે બની હતી. તમામ મૃતકોના શરીર પર ગોળીઓના નિશાન હતા. પોલીસ ઘટનાસ્થળે હાજર છે અને ટીમ ઘટના પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.

હાલ આ કેસની તપાસ ચાલી રહી છે. હજુ સુધી પોલીસને હત્પમલાખોર વિશે કોઈ સુરાગ નથી મળ્યો. આ હુમલો ટેક્સાસની રૉબ મિલિટરી સ્કૂલમાં થયો, જે સેન એન્ટોનિયોથી લગભગ 80 કિલોમિટર દૂર છે. સંદિગ્ધ હુમલાખોર 18 વર્ષનો યુવક હતો. ટેક્સાસના ગવર્નર અનુસાર આ યુવકનું નામ સલ્વાડોર રામોસ હતું. તપાસકર્તાઓએ જણાવ્યું છે કે સંદિગ્ધ હુમલાખોર પાસે સેમિ-ઑટોમેટિક રાઇફલ અને હૅન્ડગન હતાં.

સમાચાર સંસ્થા ઍસોસિએટડ પ્રેસે જણાવ્યું છે કે મંગળવારની સવારે જ્યારે ગોળીબાર શરૂ થયો તો યુએસ બૉર્ડર પેટ્રોલના કર્મચારીઓ ઘટનાસ્થળની નજીક જ હાજર હતા. તેઓ શાળાએ પહોંચ્યા અને તેમણે બૅરિકેડની પાછળ હાજર હુમલાખોરને ઠાર કર્યો. સ્થાનિક મીડિયા રિપોર્ટમાં અનુમાન લગાવાયું છે કે હુમલાખોર વિસ્તારની જ હાઇસ્કૂલનો વિદ્યાર્થી હતો. તેણે મિલિટરી ગ્રેડની બે રાઇફલો ખરીદી હતી અને સ્કૂલ આવતાં પહેલાં પોતાની દાદીની હત્યા કરી હતી. સ્કૂલમાં જે બાળકો માર્યાં ગયાં છે તેમાં મોટા ભાગનાં બીજા અને ત્રીજા ધોરણના વિદ્યાર્થીઓ હતા. જેમની ઉંમર 7થી 10 વર્ષ જણાવવામાં આવી રહી છે.