બોલીવુડમાં નવા કપલ બનતા જોવા મળી રહ્યા છે. સ્ટાર્સ વચ્ચે અફેર અને બ્રેકઅપના સમાચાર અહીં સામાન્ય છે. તાજેતરમાં, તારા સુતારિયા અને આધાર જૈનના બ્રેકઅપના સમાચારે ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું. હવે આર્યન ખાન અને નોરા ફતેહીના અફેરની અટકળો શરૂ થઈ છે. શાહરુખ ખાનનો મોટો દીકરો આર્યન ખાન તથા નોરા ફતેહી પોતાના રુમર્ડ રિલેશનશિપને કારણે હાલમાં ચર્ચામાં છે. આર્યન તથા નોરા બંને દુબઈમાં છે.
બંનેની કોમન લોકો સાથેની તસવીર સો.મીડિયામાં વાઇરલ થઈ છે. આ તસવીર જોયા બાદ ચાહકો અટકળો લગાવી રહ્યા છે કે બંને એકબીજાને ડેટ કરે છે અને ન્યૂ યર સેલિબ્રેટ કરવા માટે દુબઈ ગયા છે. આર્યન ખાન 25 વર્ષનો છે અને નોરા ફતેહી 30 વર્ષની છે. નોરા બોલિવૂડમાં પોતાના ડાન્સને કારણે જાણીતી છે. કેટલીક તસવીરો સામે આવ્યા બાદ આર્યન ખાન અને નોરાના અફેરને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે. વાસ્તવમાં આર્યન ખાન અને નોરા ફતેહીની કેટલીક સામાન્ય લોકો સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોએ લોકોને અનુમાન લગાવવાની પૂરતી તક આપી છે. બે તસવીરો સોશિયલ મીડિયા પર હેડલાઈન્સ બનાવી રહી છે.
એક તસવીરમાં આર્યન જોવા મળી રહ્યો છે તો બીજી તસવીરમાં નોરા ફતેહી છે. પરંતુ, બંને તસવીરોમાં એક વસ્તુ કોમન છે. હકીકતમાં, તસવીરોમાં જોઈ શકાય છે કે એક જ ફેને બંને સ્ટાર્સ સાથે ફોટો ક્લિક કર્યા છે. આ પછી યુઝર્સે વાત શરૂ કરી કે આ દિવસોમાં આર્યન અને નોરા એકબીજાને ડેટ કરી રહ્યા છે અને સાથે સમય વિતાવી રહ્યાં છે. આર્યન ખાન તથા નોરા ફતેહી તસવીરમાં એક જ જગ્યાએ જોવા મળ્યા છે. ફોટોનું બેકગ્રાઉન્ડ એક જેવું છે.
તેમની સાથે રહેલી ચાકહ પણ એક જ છે. જોકે, આર્યન તથા નોરા સાથે હોય તેવી એક પણ તસવીર નથી. આર્યન ખાનની વાત કરીએ તો તે જલ્દી જ બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. જોકે, કેમેરા પર આવવાને બદલે આર્યન કેમેરાની પાછળ પોતાના નવા પ્રોજેક્ટ માટે રાઈટિંગ કરતો અને દિગ્દર્શિત કરતો જોવા મળશે.આર્યનની આ ફિલ્મ શાહરૂખ અને ગૌરી ખાનની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ હેઠળ બની રહી છે. એવા અહેવાલો છે કે આર્યનની આ દિગ્દર્શિત ડેબ્યૂ વેબ સિરીઝ હશે.